વર્લ્ડ હિપેટાઇટિસ ડે : આ એક એવી બીમારી છે જેની જાણકારી ન હોવાથી લાખો લોકો મૃત્યુ પામે છે

0
49

અમદાવાદ: આજે (28 જુલાઇ) વર્લ્ડ ‘હેપેટાઇટિસ ડે’દિવસ છે. આ બીમારી ખતરનાક અને ચેપી છે અને તેના કારણે અત્યાર સુધીમાં લાખો લોકોના મોત થયા છે. જેનું સૌથી મોટું કારણ એ છે કે મોટાભાગના લોકો આ બીમારીથી અજાણ છે. આ બીમારીથી લીવર કેન્સર તથા લિવર ફેલ્યોર થવાની શક્યતાઓ રહે છે. સાથે જ આ બીમારીથી પીડાતા લોકોને તેની જાણ ન હોવાથી તેઓ ડોક્ટર પાસે તેની તપાસ કરાવતાં નથી.

બીમારીનો ઇલાજ શક્ય છે
હેપેટાઇટિસ B અને Cને રોકવા અને તેના ઇલાજ માટે લોકોને જાગૃત કરવા માટે આજે 28 જુલાઇ રોજ વર્લ્ડ હેપેટાઇટિસ ડે મનાવવામાં આવે છે. હેપેટાઇટિસ B અને C પેટની બીમારી છે અને તેને કારણે ઘણાં લોકો મૃત્યુ પામે છે. આ બીમારીનો ઇલાજ શક્ય છે. જો તેની યોગ્ય જાણકારી અને સારવાર કરવામાં આવે તો તેને અટકાવી શકાય છે. આ બીમારીના પ્રાથમિક તબક્કે કોઇ લક્ષણ હોતા નથી પણ સંપૂર્ણપણે ફેલાયા પછી જ તેના વિષે જાણ થાય છે. ભારતમાં નેશનલ લિવર ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે જે સામાન્ય લોકો, દર્દીઓ અને ડોકટરોને આ બાબતની યોગ્ય માહિતી પુરી પાડે. જેથી આ પ્રકારના રોગને અટકાવી શકાય.

કેવી રીતે થઇ શકે છે આ બીમારી?
હેપેટાઇટિસ બીમારી A,B,C,D, અને E એમ 5 પ્રકારનાં હોય છે. B અને C અસુરક્ષિત ઇન્જેક્શન અને લોહી લેવાથી થાય છે જયારે D પ્રકારનો વાયરસ માત્ર B થી પીડાતા વ્યક્તિથી થાય છે. A અને E સામાન્ય રીતે દૂષિત પાણી અને બહારના ખોરાકથી થાય છે. ઉપરાંત હાલમાં યગંસ્ટરોમાં ટેટૂ અને પિસર્સિંગમો ક્રેઝ વધી રહ્યો છે જે પણ હેપેટાઇટિસની બીમારીનો ખતરો વધારે છે. ટાઇપ Cના વાયરસને છોડીને અન્ય બધા જ પ્રકારના હેપેટાઇટિસ માટે રસી મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here