અમદાવાદ : ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી ગુમ થયેલી ત્રણ બાળાઓને ઓઢવ પોલીસે શોધી કાઢી

0
25

અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં આવેલી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ કેન્દ્રમાંથી ગુમ થયેલી 3 બાળાઓને પોલીસે શોધી કાઢી છે.3 જુલાઇના રોજ ત્રણ બાળાઓને કોઇ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. જેના પગલે પોલીસે કાર્યવાહી કરીને ત્રણ બાળાઓને બાયડ, અરવલ્લી અને રાજકોટમાંથી શોધી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સને સોપવામાં આવી છે.

3 જુલાઇના રોજ ગુમ થયેલી બાળાઓને શોધવા માટે ઓઢવ પોલીસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે બાયડમાંથી પૂનમ અમૃતભાઇ નાયકને શોધી કાઢી હતી ત્યારબાદ અરવલ્લીમાંથી પુજા મનુભાઇ વાઘેલા અને રાજકોટમાંથી ગંગા મનુભાઇ વાઘેલાને શોધી કાઢી ત્રણેય બાળાઓને કબ્જો મેળવ્યો હતો અને અપહરણનો ગુનો નોંધી અજાણ્યા શખ્સને શોધવા માટે તજવી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here