Home અમદાવાદ ચોરી : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા, 4 દુકાનોના તાળા તોડી 1.50...

ચોરી : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા, 4 દુકાનોના તાળા તોડી 1.50 લાખ લઇ ફરાર

0
14

અમદાવાદ: અમદાવાદના પુર્વ વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હતા.તસ્કરોએ બંધ દુકાનોમાંથી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.આ અંગે હાલ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલા શંકર એસ્ટેટમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ 4 દુકાનોને નિશાન બનાવી તાળા તોડ્યા હતા. અંદાજિત 1.50 લાખથી વધુની મત્તાની ચોરી થઇ છે. સમગ્ર ઘટનાની જાણ થતા રામોલ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આરોપીઓની શોધ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરીના બનાવ બાદ એસ્ટેટમાં અન્ય દુકાનદારોમાં ડરનો માહોલ ફેલાઇ ગયો છે. હાલ પોલીસને શંકા છે કે આ સમગ્ર પ્રકરણમાં ચોરે અગાઉ રેકી કરીને ચોરી કરી હશે. પોલીસે આ ચોરીના સ્થળ પર ડોગ સ્ક્વોડની મદદ લીઘી હતી.હાલ આ મામલે પોલીસને કોઇ કડી મળી નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App