અમદાવાદ : ૧૭ ટુ-વ્હીલર વાહનો તથા બે મો.સા.ના એન્જીન પકડી ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલતી જીઆઈડીસી વટવા પોલીસ

0
110
મે.પોલીસ કમિશ્નર સાહેબ અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૨ સાહેબ નાઓ તરફથી અમદાવાદ શહેરમાં હાલમાં વધતા જતાં વાહન ચોરીના ગુના અટકાવવા તેમજ વાહન ચોરીઓનો ભેદ ઉકેલવા મળેલ સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ શ્રી બીપીન અહીરે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી આર.બી.રાણા ‘જે’ ડીવીઝન સાહેબ નાઓના માર્ગદર્શન તળે જીઆઈડીસી વટવા પો.સ્ટે અધિકારી/કર્મચારી કાર્યરત છે જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી ડી.આર.ગોહિલ જીઆઈડીસી વટવા પો.સ્ટે નાઓના માર્ગદર્શન મુજબ વાહન ચોરીઓ ના બનતા ગુનાઓ અટકાવવા તેમજ વાહન ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવા સારુ સર્વેલન્સ સ્કોડ ના પો.સ.ઇ. સી.એમ.રાઠોડ ની આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ જેમાં સર્વેલન્સ સ્કોડના અ.પો.કો. વિક્રમસિંહ રણજીતસિંહ બ.નં-૩૩૯૫ તથા અ.પો.કો. ભરતસિંહ ભુપતસિંહ બ.નં-૧૦૧૪૩ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે મ.સ.ઈ મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તથા અ.હે.કો.બળવંતસિંહ મંગળસિંહ બ.નં-૯૩૧૬ તથા તથા અ.પો.કો ફીરોજશા મરદાનશા બ.નં-૯૦૦૧ તથા અ.પો.કો બળદેવસિંહ ઘનશ્યામસિંહ બ.નં-૧૧૮૧૩ તથા અ.પો.કો જયંતિભાઈ નાગરભાઈ બ.નં-૬૧૬૯ તથા લોકરક્ષક હરદીપસિંહ ભુપતસિંહ બ.નં-૮૫ તથા લોકરક્ષક દીવ્યરાજસિંહ રવિન્દ્રસિંહ બ.નં-૧૯૦ તથા લોકરક્ષક રવિકુમાર શાહુભાઈ બ.નં-૪૨૬૫ નાઓ સાથે તા-૨૬/૦૭/૨૦૧૯ ના રોજ રોપડા બ્રીજ થી સાંઇનાથ રો-હાઉસ વચ્ચેના રોડ ઉપર વૉચ ગોઠવી આરોપી (૧) તોફીકમિંયા ઉર્ફે મામુ સ/ઓ અજીમમિંયા મલેક ઉ.વ-૨૮ ધંધો-નોકરી રહે.ગલી નં-૧, દાઉદપુરા, કચેરી દરવાજા બહાર, મહેમદાવાદ તા-મહેમદાવાદ જી.ખેડા
(૨) સલમાનખાન નાસીરખાન એહમદખાન પઠાણ ઉ.વ.૨૦ ધંધો-ગેરેજ કામ રહે.ગલી નં-૨, દાઉદપુરા, કચેરી દરવાજા બહાર, મહેમદાવાદ તા-મહેમદાવાદ જી.ખેડા નાઓને તેમના કબ્જામાંથી મળેલ મો.સા. તથા તેમની પાસેથી મળેલ ચોરેલ મો.સાના એન્જીન સાથે પક્ડી પાડી વટવા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી અગાઉ ચોરેલ મોટર સાઇકલોનો ભેદ ઉકેલી ફસ્ટ ગુ.ર.નં-૧૫/૨૦૧૯ તથા ૨૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામે તેઓની ધરપકડ કરી મુદ્દામાલ રીકવર કરી વધુ પુછપરછ અર્થે બન્નેને નામદાર કોર્ટમાંથી  તા-૩૦/૦૭/૨૦૧૯ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર મેળવી રીમાન્ડ દરમ્યાન તેઓએ અલગ અલગ જગ્યાઓથી  કુલ્લે ૧૯ ટુ-વ્હીલર વાહનોની ચોરી કરેલાની કબુલાત કરતા તમામ મો.સા. રીકવર કરવા કવાયત હાથ ધરવામાં આવેલ છે. તેમજ વધુ ગુનાનો ભેદ ઉકેલાવાની શક્યતા રહેલ છે.
ભેદ ઉકેલવામાં આવેલ ગુનાઓ 
(૧) જી.આઇ.ડી.સી વટવા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં-૨૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૨) જી.આઇ.ડી.સી વટવા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં-૧૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૩) જી.આઇ.ડી.સી. વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૦૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૪) જી.આઇ.ડી.સી. વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૨૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૫) અસલાલી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૮૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૬) અમરાઇવાડી ફસ્ટ ગુ.ર.નં-૮૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૭) ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૭૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૯) રામોલ ફસ્ટ ગુ.ર.નં-૧૦૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૧૦) ઓઢવ ફસ્ટ ગુ.ર.નં-૨૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૧૧) આણંદ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૧૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૧૨) આણંદ ટાઉન પો.સ્ટે.  ૧૨૪/૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
આરોપીઓની MO
આરોપી (૧) તોફીકમિંયા ઉર્ફે મામુ સ/ઓ અજીમમિંયા મલેક ઉ.વ-૨૮ ધંધો-નોકરી રહે.ગલી નં-૧, દાઉદપુરા, કચેરી દરવાજા બહાર, મહેમદાવાદ તા-મહેમદાવાદ જી.ખેડા
  મોઢા ઉપર રૂમાલ બાંધી હીરો કંપનીનુ સ્પ્લેન્ડર તથા હીરો કંપનીનુ પેસન મોટર સાઇકલ ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી આરોપી નં-(૨) ની સાથે મળી મોટર સાઇકલોના સ્પેરપાર્ટ અલગ અલગ કરી જુના મોટર સાઇકલોમાં ફીટ કરી વેચાણ કરતા હતા.
આરોપી (૨) સલમાનખાન નાસીરખાન એહમદખાન પઠાણ ઉ.વ.૨૦ ધંધો-ગેરેજ કામ રહે.ગલી નં-૨, દાઉદપુરા, કચેરી દરવાજા બહાર, મહેમદાવાદ તા-મહેમદાવાદ જી.ખેડા
  આરોપી નં(૧) ચોરી કરી લાવી આપે તે હીરો કંપનીનુ સ્પ્લેન્ડર તથા હીરો કંપનીનુ પેસન મોટર સાઇકલ ના સ્પેરપાર્ટ અલગ અલગ કરી જુના મોટર સાઇકલોમાં ફીટ કરી વેચાણ કરતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here