અમદાવાદમાં BJPના પૂર્વ ધારાસભ્ય અને તેના ભાઈ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

0
54
facebook.com

ગુજરાતમાં ફરી એકવાર ભાજપના પૂર્વ ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. પોલીસે જ્યારે પૂર્વ ધારાસભ્યના ભાઈને વોરંટ આપવા ગઈ હતી. ત્યારે પૂર્વ ધારાસભ્ય, તેના ભાઈ અને પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેના કારણે પૂર્વ ધારાસભ્ય અને તેના ભાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાના ભાઈ જયેશ વાઘેલાએ ફરિયાદીને જે ચેક આપ્યા હતા, તે ચેક બાઉન્સ થયા હતા. જેના કારણે ફરિયાદીએ જયેશ વાઘેલા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે જયેશ વાઘેલા સામે નોનબેલેબલ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યો હતો. આ વોરંટની બજવણી કરવા અને જયેશ વાઘેલાને પકડવા માટે પોલીસ જીતુ વાઘેલાના ઘરે ગઈ હતી. પોલીસે જયેશ વાઘેલાને પકડ્યો ત્યારે પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા અને તેમના અન્ય પરિવારજનોએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને પોલીસને ધક્કા માર્યા હતા. જેથી જયેશ ભાગવામાં સફળ થયો હતો.

આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા અને તેના ભાઈ જયેશ વાઘેલા સહિત સાત લોકો સામે રાયોટીંગનો ગુનો દાખલ કરીને જયેશ વાઘેલાની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચાલીમાં તેમનું મકાન છે અને તેમના ઘરે પ્રસંગ હોવાના કારણે પહેલાથી ત્યાં માણસોના ટોળા હતા. અમે જ્યારે તેમના ઘરે ગયા ત્યારે ઘરના દરવાજામાં જ અમે જયેશ વાઘેલાને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ટોળાએ અમારી સાથે ધક્કામુક્કી કરીને જયેશને અમારી પાસેથી છોડાવીને જતા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here