Monday, October 18, 2021
Homeઅમદાવાદમાં ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડા કરતા વાહન ચાલકો સાવધાન
Array

અમદાવાદમાં ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડા કરતા વાહન ચાલકો સાવધાન

ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં વાહન ચાલકોનું CCTV કેમેરાથી મોનિટરીંગ કરવામાં આવે છે. જો વાહન ચાલક CCTV કેમેરામાં ટ્રાફિકના નિયમનો ભંગ કરતા ઝડપાય, તો પોલીસ દ્વારા વાહન ચાલકના ફોટાવાળા ઈ-મેમો તેના ઘરે મોકલવામાં આવે છે. જોકે, વાહન ચાલકની ઓળખ વાહનની નંબર પ્લેટ પરથી થાય છે. જેના કારણે કેટલાક વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટ પર કપડું બાંધી દે છે અથવા તો નંબર પ્લેટને વાળી દે છે. જેના કારણે વાહન ચાલકની નંબર પ્લેટને CCTV કેમેરો કેપ્ચર કરી શકે નહીં. જેથી વાહન ચાલકની ઓળખ થઈ શકે નહીં અને તેના ઘરે ઈ-મેમો આવે નહીં. ત્યારે હવે જો તમે અમદાવાદમાં દંડથી બચવા માટે આ પ્રકારનો જુગાડ અપનાવતા હોવ તો સાવધાન થઈ જજો કારણ કે, આ પ્ર્રકારનું વાહન પોલીસ પકડશે તો વાહન જપ્ત કરીને દંડ પણ ફટકારશે અને લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદના રીવર ફ્રન્ટ પર ટ્રાફિક પોલીસ દ્બારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ ઝુંબેશ દરમિયાન 32 જેટલા વાહનો જપ્ત કરાયા હતા. જેમાં કેટલાક વાહન ચાલકોએ ઈ-મેમોથી બચવા માટે નંબર પ્લેટને વાળી દીધી હતી. આ ઉપરાંત પોલીસે અમદાવાદ મહાનગરપાલિકાના બે ટ્રેક્ટરને ડીટેઈન કાર્ય હતા. કારણે કે, આ બંને ટ્રેક્ટરની નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને રીવર ફ્રન્ટ પર ટ્રેક્ટર પર પ્રતિબંધ હોવા છતાં પણ ટ્રેક્ટર ત્યાં લઇ જવામાં આવ્યું હતું. જો વાહન ચાલકો બીજીવાર નંબર પ્લેટની સાથે ચેડા કરતા ઝડપાશે તો લાયસન્સ પણ રદ્દ કરવા પોલીસ દ્વારા RTOને ભલામણ કરવામાં આવશે. પોલીસની આ ઝુંબેશ દરમિયાન 100 જેટલા વાહન ચાલકો પાસેથી 10 હજાર રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો છે.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેટલાક વાહન ચાલકો પાસે લાઈસન્સ નથી હોતું અને કાગળો તો હોતા જ નથી. આ ઉપરાંત ટ્રેક્ટરની ટ્રોલીમાં તેમાં રેડ કલરની પટ્ટી લગાડવી જોઈએ, નંબર પ્લેટ રાખવી જોઈએ. તેવા નિયમોનું આ લોકો ઉલ્લંઘન કરે છે. એટલે આજે અમદાવાદ મહાનગરપાલિકાના બે ટ્રેક્ટર ડીટેઈન કરેલા છે. 207 મુજબ ટ્રેક્ટર ડીટેઈન કરીને તેમને મેમો આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments