Monday, October 25, 2021
Homeપૂછપરછ : IAS ગૌરવ દહીયાના પ્રેમ પ્રકરણ મામલે લીનુસિંહ શુક્રવારે ગાંધીનગર આવશે
Array

પૂછપરછ : IAS ગૌરવ દહીયાના પ્રેમ પ્રકરણ મામલે લીનુસિંહ શુક્રવારે ગાંધીનગર આવશે

અમદાવાદઃ IAS ગૌરવ દહીયાના પ્રેમ પ્રકરણ મામલે તપાસ સમિતિ શુક્રવારે લીનુસિંહને ગાંધીનગર બોલાવી પૂછપરછ કરશે. લીનુસિંહની પૂછપરછ બાદ સુનયના તોમરની અધ્યક્ષતામાં બનેલી આ તપાસ સમિતિ સરકારને રિપોર્ટ સોંપશે.

ઓગસ્ટ 2017થી બંને અલગ રહેવા લાગ્યા

ગૌરવ દહિયા અને શિવાની બિશ્નોઈ વચ્ચે 17-06-2009ના રોજ હરિયાણાના સિરસામાં લગ્ન થયા હતા. લગ્નના આઠ વર્ષ પુત્ર જન્મ થયો હતો. તે પછી પતિ-પત્ની વચ્ચેના સંબંધો બગડતા 14-08-2017થી બંને અલગ રહેવા લાગ્યા હતા. બાળકના ભવિષ્યના કારણે શિવાનીએ દહિયા સાથે છૂટાછેડા લેવા માટે 12-11-2018ના રોજ પિટિશન દાખલ કરી હતી. અને 21-01-2019ના રોજ ગાંધીનગરની ફેમિલી કોર્ટમાં શિવાનીએ દહિયા સાથે છૂટાછેડા લીધા હતા.

ફરિયાદો બાદ દહિયાને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પદેથી દૂર કરાયા હતા
2010ની બેચના ગુજરાતના સનદી અધિકારી ગૌરવ દહિયા સામેના કેસમાં તપાસ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ આઇએએસ અધિકારી સહિત પાંચ મહિલા અધિકારીઓની સમિતિ બનાવી છે. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના ગુજરાત ખાતેના ડાયરેક્ટર હતા પણ 22 જુલાઈએ તેમની બદલી કરાઈ હતી. બદલી પાછળનું કારણ સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ મળેલી ફરિયાદોને કારણે તેમને હટાવી દેવાયાં હતાં. દહિયા સામે વિવિધ સ્તરેથી વ્યાપક ફરિયાદો થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments