અમદાવાદ : લીનુસિંહ સાથેનો કથિત પ્રેમ પ્રકરણ મામલો, IAS ગૌરવ દહિયા તપાસ સમિતિ દ્વારા પૂછપરછ શરૂ

0
54

અમદાવાદઃ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા આજે લીનુસિંહ સાથેના કથિત પ્રેમ પ્રકરણ મામલે મુખ્યમંત્રીએ બનાવેલી તપાસ કમિટી સમક્ષ હાજર થયા છે. આ પહેલા તપાસ સમિતિના અધ્યક્ષા સુનયના તોમર સમક્ષ ગૌરવ દહિયાની પહેલી પત્ની શિવાની બિશ્નોઈના પિતા અને ભાઈએ નિવેદન નોંધાવ્યું છે. ગૌરવ દહિયાની અશોક દવે, સુનાયના તોમર, દેવી બહેન પંડ્યા,મમતા વર્મા અને સોનલ મિશ્રા પૂછપરછ કરી રહ્યા છે. 11 વાગ્યે હાજર થયેલા ગૌરવ દહિયાની 3 વાગ્યે પૂછપરછ શરૂ થઈ હતી.

ઓગસ્ટ 2017થી બંને અલગ રહેવા લાગ્યા

ગૌરવ દહિયા અને શિવાની બિશ્નોઈ વચ્ચે 17-06-2009ના રોજ હરિયાણાના સિરસામાં લગ્ન થયા હતા. લગ્નના આઠ વર્ષ પુત્ર જન્મ થયો હતો. તે પછી પતિ-પત્ની વચ્ચેના સંબંધો બગડતા 14-08-2017થી બંને અલગ રહેવા લાગ્યા હતા. બાળકના ભવિષ્યના કારણે શિવાનીએ દહિયા સાથે છૂટાછેડા લેવા માટે 12-11-2018ના રોજ પિટિશન દાખલ કરી હતી. અને 21-01-2019ના રોજ ગાંધીનગરની ફેમિલી કોર્ટમાં શિવાનીએ દહિયા સાથે છૂટાછેડા લીધા હતા.

ફરિયાદો બાદ દહિયાને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પદેથી દૂર કરાયા હતા
2010ની બેચના ગુજરાતના સનદી અધિકારી ગૌરવ દહિયા સામેના કેસમાં તપાસ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ આઇએએસ અધિકારી સહિત પાંચ મહિલા અધિકારીઓની સમિતિ બનાવી છે. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના ગુજરાત ખાતેના ડાયરેક્ટર હતા પણ 22 જુલાઈએ તેમની બદલી કરાઈ હતી. બદલી પાછળનું કારણ સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ મળેલી ફરિયાદોને કારણે તેમને હટાવી દેવાયાં હતાં. દહિયા સામે વિવિધ સ્તરેથી વ્યાપક ફરિયાદો થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here