Monday, September 20, 2021
Homeઅમદાવાદ : 3 દિવસની કોરોનાગ્રસ્ત દીકરીને ખોળામાં રાખી સર્જરી માટે સિવિલ લાવ્યા
Array

અમદાવાદ : 3 દિવસની કોરોનાગ્રસ્ત દીકરીને ખોળામાં રાખી સર્જરી માટે સિવિલ લાવ્યા

સિવિલમાં એક ત્રણ દિવસની અને એક બે વર્ષની બાળકી પર સફળતાપૂર્વક જટિલ સર્જરી કરવામાં આવી છે. જેતપુરની ત્રણ દિવસની બાળકીની શ્વાસનળી અને અન્નનળી જોડાયેલા હતા. આ ઉપરાંત બાળકી અને તેની માતા પણ કોરોના પોઝિટિવ હતા. ત્રણ દિવસની બાળકીની માતા પોઝિટિવ હોવાથી કોવિડમાંથી પિતા ખોળામાં રાખી એમ્બ્લ્યુલન્સમાં બેસી ગયા હતા અને ત્યાંથી બંનેને સિવિલના સર્જરી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલના સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં લવાતા બાળકોના ફરજિયાત કોરોનાના ટેસ્ટ કરાય છે. જેમાં બંને બાળકી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય બાળકીની ફેફસાંની સર્જરી કરવામાં આવી
મધ્યપ્રદેશથી આવેલી બે વર્ષની બાળકીના ફેફસાંમાં હવાનો ફુગ્ગો બની ગયો હતો. કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે બંનેની સર્જરીમાં અઢી કલાકથી વધુનો સમય લાગ્યો હતો. જો કે, સર્જરી પછી બંને બાળકીની હાલત સુધારા પર છે. ડોક્ટરોની ટીમના જણાવ્યા અનુસાર સામાન્ય બાળક કરતાં કોરોનાગ્રસ્ત બાળકની સર્જરીમાં વિશેષ તકેદારી રાખવી પડે છે. કોરોનાગ્રસ્ત બાળકોની સર્જરી માટે અલગ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે. અહીં એસી ચાલુ હોતું નથી તેમજ સર્જન પીપીઈ કિટ તેમજ હેડ ગ્લવ્ઝ પહેરીને સર્જરી કરતા હોય છે.

ત્રણ દિવસની બાળકીની અન્નનળી-શ્વાસનળી જોડાયેલી હતી
ત્રણ દિવસની બાળકી પર રવિવારે બે કલાકથી વધુ સમય સર્જરી કરી અન્નનળી અને શ્વાસનળીને અલગ કરવામાં આવી હતી. આ બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેને ઓક્સિજનની જરૂર હોવાથી ઈન્ક્યુબેટ કરાઈ હતી. તકેદારીના ભાગરૂપે સર્જરી બાદ બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments