અમદાવાદ : સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપાયુ

0
12

અમદાવાદમાં હાલમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. લોકોમાં સતત વધી રહેલા કેસને લઈને ભય ફેલાયો છે. ત્યારે શહેરમાં દારુ જુગાર અને દેહ વિક્રય જેવી અનૈતિક પ્રવૃત્તિઓ પણ બિંધાસ્ત પણે ચાલી રહી છે. આજે શહેરમાંથી દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ થયો છે. નરોડા વિસ્તારમાં ફરીએક વાર સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જીવનમાં મજબૂર થયેલી યુવતીઓને સ્પાની આડમાં લાવીને તેમની પાસે દેહ વિક્રયનો ધંધો કરાવવામાં આવતો હતો. આ માટે ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવવામાં આવતી હતી. પોલીસે સ્પાના સંચાલક સહિત એક મહિલાની ધરપકડ કરી છે.

મજબૂર યુવતીઓને બોલાવવામાં આવતી
પોલીસ સુત્રો પાસે મળતી માહિતી પ્રમાણે, શહેરના નરોડા વિસ્તારમાં સ્થિત ગેલેક્ષી એવેન્યુમાં માહી સ્પા નામની ફર્મમાં સ્પાના નામે જીવનમાં આર્થિક રીતે મજબૂર થયેલી યુવતીઓને લાવવામાં આવતી હતી. સ્પામાં આવનારા ગ્રાહકો પાસેથી મસમોટી રકમ પડાવીને આ યુવતીઓને ગ્રાહકોની મોજ માટે સોંપી દેવામાં આવતી હતી. જેથી પોલીસને માહી સ્પામાં ગેરકાયદે મહિલાઓને રાખીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી.

પોલીસે સ્પામાં મજબુરીમાં આવતી યુવતીને બચાવી લીધી
પોલીસે સ્પામાં મજબુરીમાં આવતી યુવતીને બચાવી લીધી

બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો
બાતમીને આધારે પોલીસે આ જગ્યાએ વોચ ગોઠવી હતી. જ્યાં અનેક લોકો અવર જવર કરતાં હતાં. તે ઉપરાંત પોલીસને શંકાસ્પદ ગતિવિધી પણ નજરે ચડતી હતી. પોલીસની ટીમે માહી સ્પામાં બાતમીને આધારે તમામ તપાસ કરીને દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને સ્પાનો સંચાલક અને એક યુવતી મળી આવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સંચાલક રાજ્ય બહારથી યુવતીઓને બોલાવીને તેમનું શોષણ કરતો હતો. પોલીસને એવી પણ વિગતો મળી હતી કે સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ માટે ગ્રાહકોને પણ બહારથી જ બોલાવવામાં આવતાં હતાં.

સ્પા સંચાલકોની પોલીસે ધરપકડ કરી
સ્પા સંચાલકોની પોલીસે ધરપકડ કરી

સંચાલક અને યુવતીની પોલીસે ધરપકડ કરી
સ્પામાં બહારથી આવેલી યુવતીઓને ગ્રાહકો પાસેથી અન્ય સર્વિસ આપવાને બહાને મસ મોટી રકમ પડાવીને ધંધો કરાવવામાં આવતો હતો. સ્પાનો સંચાલક યુવતીઓને 300 રૂપિયા આપતો હતો. હાલમાં આ સમગ્ર સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે યુવતીઓને શોષિત થતી બચાવી લીધી છે. તેમજ સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ કરનારા સ્પાના સંચાલક અને યુવતીની પોલીસે ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here