Friday, April 19, 2024
Homeઅમદાવાદ : 30 લોકોએ હુમલો કરતા પોલીસ મદદે પહોંચતા બાળકે હાથ જોડ્યા
Array

અમદાવાદ : 30 લોકોએ હુમલો કરતા પોલીસ મદદે પહોંચતા બાળકે હાથ જોડ્યા

- Advertisement -

વાડજ વિસ્તારમાં રામાપીર ટેકરાની કૃષ્ણાનગરની ચાલીમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન તલવાર, લાકડીઓ સહિતની 30 લોકોએ ટોળાએ મહિલાના ઘરે હુમલો કર્યો હતો. ટોળું ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. લોકોથી બચવા માટે મહિલા બાળકોને લઈને બાથરૂમમાં સંતાઈ હતી અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું હતું કે, અમને બચાવો અમારા ઘરમાં ટોળું તોડફોડ કરે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેયને બચાવ્યા હતા. ત્યારે ડરેલું બાળક પોલીસને હાથ જોડીને આભાર માનતું હોય તેમ સાંકેતિક ભાષામાં જ રડતાં રડતાં આંખોની ભાષામાં સાહેબ તમે અમારો જીવ બચાવ્યો તેમ કહી રહ્યો હતો.

ઘરમાં તોડફોડ કરીને આગચંપી કરી
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર આવેલી કૃષ્ણાનગરની ચાલીમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન 30 માણસોના ટોળાએ પરિવાર પર હુમલો કર્યો હતો. ટોળાએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. ટોળાના હુમલાથી બચવા માટે માતા અને બાળકોએ બાથરૂમમાં પુરાઈ જવું પડ્યું હતું અને બાથરૂમમાંથી તેઓએ પોલીસને ફોન કરી કહ્યું હતું કે, કે, અમારા ઘરમાં તોડફોડ અને હુમલો થયો છે જેથી પોલીસ મોકલી આપો. જેથી વાડજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અરવિંદ પરમાર અને અન્ય 25થી 30 માણસોએ પરિવાર પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરતા પોલીસે રાયોટિંગ સહિત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ટોળાએ હુમલો કરીને ઘરવખરી સહિતની વસ્તુઓની તોડફોડ કરી હતી
ટોળાએ હુમલો કરીને ઘરવખરી સહિતની વસ્તુઓની તોડફોડ કરી હતી

પરિવાર જમતો હતો ત્યારે જ હુમલો થયો
વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર આવેલી કૃષ્ણાનગરની ચાલીમાં કમળાબેન મેવાડા પરિવાર સાથે રહે છે. મંગળવારે રાતે 10 વાગ્યાની આસપાસ કમળાબેન પરિવાર સાથે ઘરમાં જમવા બેઠા હતા ત્યારે અરવિંદ પરમાર, કિરણ રાવત, પીયૂષ બારોટ, કરણ રાવત સહિત 25થી 30 માણસોના ટોળાએ લાકડીઓ, દંડા, તલવારો અને પાઇપો વગેરે જેવા હથિયારો સાથે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. પથ્થરમારો પણ કર્યો હતો જેમાં એક બાળકીને પથ્થર વાગ્યો હતો. કમળાબેન બાળકો સાથે બાથરૂમમાં પૂરાઈ ગયા હતા. પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી અને જાણ કરી હતી.

ટોળાએ મહિલાના ઘરમાં ઉત્પાત મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી
ટોળાએ મહિલાના ઘરમાં ઉત્પાત મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી

પાડોશીઓએ આગને બુઝાવી
વાડજ પોલીસ આવતાં તમામ હુમલાખોર ફરાર થઈ ગયા હતા. પોલીસ આવ્યા બાદ કમળાબેન બહાર આવ્યા હતા અને ઘરમાં જોતાં આખું ઘર વેરવિખેર થયેલું હતું. તમામ ઘરવખરી તોડી નાખી સળગાવી હતી. જો કે પાડોશીઓએ પાણી નાખી આગ બુઝાવી દીધી હતી. ઉપરાંત ઘરની બહાર પડેલી રીક્ષા, બાઈક સહિત બીજા બે ત્રણ વાહનોમાં તોડફોડ કરી હતી. વાડજ પોલીસે આ મામલે રાયોટિંગ અને તોડફોડ અંગે ફરિયાદ નોંધી છે. જો કે હુમલો ક્યાં કારણોસર કરવામાં આવ્યો તેવું વાડજ પોલીસે ફરિયાદમાં નોંધ્યું નથી.

ટોળાએ ઘર બહાર પડેલા વાહનોની પણ તોડફોડ કરી હતી
ટોળાએ ઘર બહાર પડેલા વાહનોની પણ તોડફોડ કરી હતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular