અમદાવાદ : ચાલુ એક્ટિવામાંથી સાપ બહાર નીકળતા ચાલક વાહન મૂકીને ભાગ્યો

0
6

શહેરમાં છેલ્લા બે દિવસથી મોડી રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નાના જીવજંતુઓ બહાર નીકળતા હોય છે. એવામાં તેમનો શિકાર કરનારા સરીસૃપો પણ બહાર નીકળી રહ્યા છે. એવામાં આજે સવારે દિલ્હી ચકલા વિસ્તારમાં રણછોડજીના મંદિર પાસે એક ભાઈ એક્ટિવા લઈને નીકળી રહ્યા હતા ત્યારે એક્ટિવાની આગળના ભાગમાં સાપ ફરતો જોવા મળતા તેઓ ગભરાઈ ગયા હતા તથા એકટીવા રસ્તા પર મૂકીને ભાગદોડ મચી ગઇ હતી.

એક્ટિવામાંથી 2 કલાકે સાપ નીકળ્યો

વાહનમાં સાપ જોવા મળતા જ તાત્કાલિક એનિમલ લાઈફ કેરને જાણ કરવામાં આવી હતી. જેથી વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભી સ્થળ પર પહોંચી બે કલાકની જહેમત બાદ એક્ટિવામાંથી ફ્રન્ટલાઈટના પાછળના ભાગમાંથી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

વરસાદના કારણે સાપ બહાર નીકળ્યો હોવાનું અનુમાન
વરસાદના કારણે સાપ બહાર નીકળ્યો હોવાનું અનુમાન

 

વરસાદના કારણે સાપ નીકળ્યો હોવાનું અનુમાન

આ રેસ્ક્યુ કરાયેલ સાપ વુરુદંતી તરીકે ઓળખવામાં આવે છે. જે બે ફૂટનો સાપ હતો. આ સાપ ખૂબજ ચંચળ હોય છે અને તેનો મુખ્ય ખોરાક દેડકા, વંદા, ગરોળી અને પક્ષીના ઈંડાં છે. ગત રાત્રે વરસાદ આવ્યો તેના કારણે સાપ બહાર નીકળ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ઘરની આસપાસ સાપ દેખાતા એનિમલ લાઈફ કેરનો સંપર્ક કરવો

વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભી દ્વારા જણાવવામાં આવ્યું કે, હાલ ચોમાસાની સીઝન ચાલુ થવાને આરે છે. હાલ અવાર નવાર સાપ નીકળવાના કિસ્સા બનશે. ચોમાસાની ઋતુમાં સાપની ઝેરની તીવ્રતા ખૂબ જ વધારે હોય છે. એટલે સાપ ઘરમાં આવે કે ક્યાંય પણ જોવા મળે તો સાપને જાતે પકડવાની કોશિશ કરશો નહીં અને બધા સાપ ઝેરી હોતા નથી. અમુક સાપ ઝેરી હોય છે, કોબ્રા, રસલ વાઈપર, સોસ્કેલ વાઇપર, ક્રેટ આ ઝેરી સાપને કયારે પણ જાતે પકડવાની કોશિશના કરશો. કોઈ પણ સરિસૃપ કે વન્ય પ્રાણી જીવ આપણા ઘરમાં આવે તો તેને મારશો નહીં તાત્કાલિક એનીમલ હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ અને સાપનો બચાવવો જોઈએ એજ દરેક નાગરિકને વિનંતી મારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here