Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : ડમ્પર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને ટક્કર મારી,...
Array

અમદાવાદ : ડમ્પર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને ટક્કર મારી, કિશોરની સારવાર દરમિયાન મોત

અમદાવાદના બાવળામાં હાઇવે ઉપર આવેલા પુલ ઉપરથી બાઈક પસાર થઈ રહી હતી ત્યારે પાછળ આવી રહેલા ડમ્પર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક ઉપર સવાર અમિત શૈલેષભાઈ ખરડિયા નામના કિશોરને મોટી ઇજા થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પણ સારવાર દરમિયાન તેનું મોત થતાં બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કરૂણાંતિકાનો એક વીડિયો સામે આવ્યો છે. વિચલિત કરી શકે એવા આ વીડિયોમાં મૃતક કિશોર અસહ્ય પીડાથી કણસતો ‘બચાવો બચાવો, મને અહીંથી કાઢો’ની બૂમો પાડતો રહ્યો હતો.

નંબર પ્લેટ વિનાના ડમ્પર ચાલકે ટક્કર મારી

બાવળામાં રામદેવપીર મંદિરની બાજુમાં ડરણ રોડ પર રહેતા ગણેશભાઇ મંગાભાઇ બરડિયા ( મરવા ) બપોરના ત્રણ વાગ્યે બજારમાં કામ માટે જવાનું હોવાથી હાર્દિકભાઈ વાઘેલાનું બાઈક નંબર જી.જે. 38.એ.ઇ. 4571 લઇને જવા નીકળતાં બાજુમાં રહેતા તેમના કુટુંબી કાકા શૈલેષભાઇ ગોકાભાઇનો દીકરો અમિત (ઉં.વ. 15) બાઈક પાછળ બેસી ગયો હતો. બાઈક રામદેવપીરના મંદિરથી હાઇવે રોડ ઉપર પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલા નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પાછળથી એને જોરદાર ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા હતા. અમિત હાઇવે પર પડી જતાં ડમ્પરના ટાયર નીચે બંને પગ આવી જતાં ખૂબ લોહી નીકળવા લાગ્યું હતું.

ડમ્પરને ધક્કો મારીને લોકો દૂર સુધી લઈ ગયા

ડમ્પરચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો હતો, જેથી માણસો અને પોલીસ આવી જતાં ડમ્પરને ધકકો મારીને દૂર સુધી લઈ ગયા હતા અને કોઈએ 108ની ઈમર્જન્સી સેવાને ફોન કરતાં બાવળાની 108ના પાયલોટ અનિરુદ્ધસિહ અને ઇએમટી રવી લાલકિયા તરત જ ઘટનાસ્થળે પહોંચી જઈને કિશોરને સારવાર માટે બાવળા સરકારી દવાખાને લઇ ગયા હતા. ત્યાં તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

સારવાર દરમિયાન તેનું મોત થતાં બાવળા પોલીસમાં ડમ્પરચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવી કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાએ નાસી છૂટેલા ડમ્પરચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમિત એ હદે ફસાઇ ગયો હતો કે તેને કાઢવો અત્યંત મુશ્કેલ હતો

બાવળા-સાણંદ હાઇવે પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં 15 વર્ષીય કિશોર ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો. ટાયર નીચે આવી જતાં આસપાસથી લોકોનાં ટોળાં એકઠા થયા હતા. પોલીસ તથા નાગિરકોએ કિશોરને બહાર કાઢવાનો પ્રસાસ કર્યો હતો, પરંતુ તેના કમરથી નીચેનો ભાગ એકદમ છુંદાઇ ગયો હતો. 3-37 વાગ્યે કોઇએ 108ને ફોન કરતાં 108 8 મિનિટમાં સ્થળ પર પહોંચી ગઇ હતી. ત્યાંથી તેને બાવળા સરકારી દવાખાને લઇ જવાયો હતો. કમર સુધીનો ભાગ પર ટાયર ફરી વળતાં કિશોર કણસી રહ્યો હતો. બચાવો બચાવો મને અહીંથી કાઢોની બૂમો પાડતો રહ્યો હતો, પરંતુ તેની સ્થિતિ એવી હતી કે તેને બચાવવાનું અશક્ય લાગતું હતું, પણ ત્યાં હાજર લોકોએ ડમ્પરને ધક્કા મારી કિશોરને બહાર કાઢ્યો હતો. બાદ બાવળા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments