Wednesday, January 19, 2022
Homeઅમદાવાદઅમદાવાદ : મહિલા પોલીસકર્મીને બ્લેકમેલ કરીને શારીરિક છેડતી

અમદાવાદ : મહિલા પોલીસકર્મીને બ્લેકમેલ કરીને શારીરિક છેડતી

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ વિભાગમાં SHE ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ જાહેર સ્થળો, રસ્તા પર મહિલાઓની છેડતી કરનારા શખ્સોને કાયદાનું ભાન કરાવે છે. ત્યારે મહિલાઓની સુરક્ષા કરતી મહિલા પોલીસ જ અમદાવાદમાં સુરક્ષિત નહીં હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં એક મહિલા પોલીસકર્મીને બ્લેકમેલ કરીને શારીરિક છેડતી કર્યાની ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપીએ ફરિયાદી મહિલાને ધમકી આપતાં કહ્યું હતું કે, તું મારા વશમાં નહીં થાય તો તને બદનામ કરી નાંખીશ.

 

 

આરોપી ભાવિન ફોન કરીને બિભત્સ ભાષામાં વાત કરતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી મુળ સૌરાષ્ટ્રની 26 વર્ષિય યુવતી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. છેલ્લા દોઢ વર્ષથી બાપુનગર વિસ્તારમાં રહેતા અને કહેવાતા પત્રકાર ભાવિન બારોટના સંપર્કમાં આ મહિલા પોલીસ કર્મી આવી હતી. આ દરમિયાન યુવતીને ભાવિન બારોટ સાથે પ્રેમ થયો હતો. ભાવિન યુવતી સાથે વારંવાર અભદ્ર માંગણીઓ કરતો હતો. તેને કોલ કરીને બિભત્સ ભાષામાં વાતો કરતો હતો.

 

બાપુનગર પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી પણ વિગતો છુપાવવા પ્રયાસો કર્યાં
બાપુનગર પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી પણ વિગતો છુપાવવા પ્રયાસો કર્યાં

ભાવિને યુવતીની ટી શર્ટ ફાડી નાંખી હતી

યુવતી તેની સાથે વાત કરવાની ના પાડે તો ભાવિન તેને ગંદી ગાળો બોલીને બદનામ કરવાનું કહી બ્લેકમેઈલ કરતો હતો. બંને વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ કરીને ભાવની વાઈરલ કરવાની ધમકી આપતો હતો. આઠ મહિના પહેલા ફરિયાદી મહિલા પોલીસ કર્મી નોકરી પુરી કરીને ઘરે જતી હતી. આ સમયે ભાવિને તેનો પીછો કર્યો હતો અને મહિલાના ઘરમા ઘૂસી ગયો હતો. તેણે ફરિયાદી મહિલાને પાછળથી પકડી લીધી હતી અને તેનું ટીશર્ટ ફાડી નાંખ્યું હતું. આટલેથી નહીં અટકતાં ભાવિને યુવતીના અન્ય કપડાં પણ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે ભાવિનની વિગતો છુપાવવા પ્રયાસ કર્યા હતાં

આ દરમિયાન યુવતીએ ભાવિનને રોકવાનો પ્રયત્ન કરતાં ભાવિને ધમકી આપતાં કહ્યું હતું કે, તું મારા વશમાં નહીં થાય તો તને બદનામ કરી નાંખીશ. ભાવિનથી કંટાળીને મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગઈ હતી. પરંતુ ભાવિનના નજીકના માણસે ભાવિન પર અમુક કલમો દાખલ ના થાય તે માટે ધમપછાડા કર્યા હતાં. આખરે IG અને DCP કક્ષાના અધિકારીની સૂચના બાદ ફરિયાદ દાખલ થઈ હતી. ઉચ્ચ અધિકારીઓના કહેવાતી પોલીસે ભાવિનની ધરપકડ કરી હતી. પરંતુ વિગતો છુપાવવા અથાગ પ્રયાસો કર્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular