અમદાવાદ : હવે માસ્કના દંડ અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પણ સ્થળ પર લેવાશે રૂ.1000નો દંડ

0
6

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને સરકારે રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી કર્યો છે સાથે સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મામલે પણ ફરી એકવાર કડક અમલ સાથેની ગાઈડલાઈન બહાર પાડી ઝુંબેશ ચલાવી શકે છે.

સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્ત પાલન કરાવશે
ગુજરાતમાં ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ કોરોનાના કેસો રોજે રોજ વધવા લાગ્યા છે ત્યારે સરકારની કોર કમિટી એ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી કર્યો છે સાથે શહેરોમાં બેફામ ફરી રહેલી જનતાને પણ કાબુમાં રાખવા હવે માસ્કનો 1000 રૂપિયા દંડ વસૂલવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરાવવા માટે ફરી એકવાર ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવા ની દિશામાં આગળ વધી રહી છે.

શહેરોમાં બેફામ ફરી રહેલી જનતાને પણ કાબુમાં રાખવા હવે માસ્કનો 1000 રૂપિયા દંડ વસૂલાશે
શહેરોમાં બેફામ ફરી રહેલી જનતાને પણ કાબુમાં રાખવા હવે માસ્કનો 1000 રૂપિયા દંડ વસૂલાશે

31 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે. જેમાં આવતી કાલથી હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય
રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય

રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ
આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે

મોદી સ્ટેડિયમમાં દર્શકો વિના મેચ રમાશે
સોમવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે. GCAએ BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here