અમદાવાદ : બેંગલુરુ જતી ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી, મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારાયા

0
14

અમદાવાદ: અમદાવાથી બેંગલુરુ જતી ગો એર ફ્લાઈટમાં આગ લાગવાની ઘટના બની હતી. ફ્લાઈટ ટેકઓફ કરે તે પહેલા જ જમણી બાજુના એંજિનમાં આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યાં હતા. જો ફ્લાઈટ ટેકઓફ થઇ ગઈ હોત અને હવામાં આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ સદનસીબે ઘટના બનતા અટકી ગઈ હતી.

અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અમારા માટે મહત્વની છે: ગોએરના પ્રવક્તા

ગોએરના પ્રવક્તાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોએર ફ્લાઇટ G8 802ના જમણા એન્જિનમાં ટેકઓફ દરમિયાન એક સામાન્ય આગ લાગી હતી જેને કાબૂમાં લઈ લેવામાં આવી છે. ફ્લાઈટ પર સવાર તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે અને કોઈ પણ ઇમરજન્સી સ્થળાંતર જરૂર પડી ન હતી. વિમાનને રન-વેથી બાંધી દેવામાં આવ્યું છે. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અમારા માટે મહત્વની છે અને એરલાઇન તમામ મુસાફરોને પડેલી મુશ્કેલી અને અસુવિધા બદલ દિલથી અફસોસ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here