અમદાવાદ : ગુજરાતી મહિલાએ મુંબઈ હાઈકોર્ટના જજને મોકલ્યા 150 કોન્ડોમ્સ

0
13

ગુજરાતના અમદાવાદ શહેરની એક મહિલાએ મુંબઈ હાઈકોર્ટના એડિશનલ જજ પુષ્પા વી ગનેડીવાલાને 150 કોન્ડોમ્સ (નિરોધ) મોકલીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. ન્યાયમૂર્તિ પુષ્પા વી ગનેડીવાલા તાજેતરમાં જ યૌન શોષણ સાથે સંકળાયેલા બે કેસમાં વિવાદિત ચુકાદો આપવાને લઈ ચર્ચામાં આવ્યા હતા.

પુષ્પા વી ગનેડીવાલાએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, 12 વર્ષની બાળકીના ટોપને ઉતાર્યા વગર તેના સ્તનને સ્પર્શ કરવો અને બાળકીનો હાથ પકડીને પેન્ટની ચેન ખોલવી પોક્સો અંતર્ગત ગુનો નથી. આ ચુકાદા બાદ સમગ્ર દેશમાં તેમની ભારે ટીકાઓ થઈ હતી.

અમદાવાદની દેવશ્રી ત્રિવેદી નામની મહિલાએ આ ચુકાદા સામે પોતાનો વિરોધ દર્શાવવા તેમના ઘર અને કાર્યાલયના સરનામે કોન્ડોમ્સના 150 પેકેટ્સ મોકલી આપ્યા હતા. દેવશ્રીએ જણાવ્યું કે, “જસ્ટિસ પુષ્પા એવું માને છે કે જો ત્વચાને અડ્યા ન હોય તો તે યૌન શોષણ ન કહેવાય. મેં તેમને કોન્ડોમ મોકલીને કહ્યું છે કે, આનો ઉપયોગ કરવાથી પણ ત્વચાનો સ્પર્શ નથી થતો તો એને શું કહેવાય?” દેવશ્રીએ જસ્ટિસ પુષ્પાને ચિઠ્ઠી લખીને તેમના ચુકાદા મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને જસ્ટિસ ગનેડીવાલાને સસ્પેન્ડ કરવા માંગણી કરી છે.

આ તરફ નાગપુર બેંચની રજિસ્ટ્રી ઓફિસે હજુ સુધી આવું કોઈ પેકેટ ન મળ્યું હોવાનું જણાવ્યું છે. નાગપુર બાર અસોશિએશનના વકીલ શ્રીરંગ ભંડારકરના કહેવા પ્રમાણે આ અવમાનનાનો કેસ બને છે અને મહિલાની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here