અમદાવાદ : દર્દીઓને અપાતી ટ્રીટમેન્ટ, દવાઓ તથા અન્ય સગવડોના ચાર્જની યાદી મૂકવાની રહેશે

0
3

ગુજરાત સરકાર ખૂબ ઝડપથી આ વિધાનસભા સત્ર દરમિયાન એક વિધેયક લાવી રહી છે, જે પસાર થયાં બાદ રાજ્યપાલની મંજૂરીને અનુસરીને કાયદા તરીકે પ્રસ્થાપિત થશે. આ કાયદો લાગુ થયાં બાદ ગુજરાતની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં દર્દીઓને અપાતી ટ્રીટમેન્ટ, દવાઓ તથા અન્ય સગવડોના ચાર્જ સહિતની યાદી પ્રવેશના સ્થળે તમામ લોકોને દેખાય તે રીતે મૂકવાની રહેશે. આ ઉપરાંત દરેક હોસ્પિટલોમાં દર્દીઓ, તેમના સગાં, મુલાકાતીઓ અને સ્ટાફ માટે સલામત અને સગવડભર્યું વાતાવરણ બનાવવાનું રહેશે.

આ કાયદા હેઠળના અન્ય નિયમોમાં ચૂક થશે તો હોસ્પિટલ કે ક્લિનિકનું રજિસ્ટ્રેશન રદ્દ થશે અને તેને બંધ કરવાનું રહેશે. આ ઉપરાંત નિયમભંગ બદલ જે-તે હોસ્પિટલ કે ક્લિનિકના સંચાલક, તબીબ દંડને પાત્ર થશે. માનવીય ભૂલથી કે ચૂકને કારણે દર્દીનું મૃત્યુ થાય તો તે હોસ્પિટલનું કાયમી શટર પડી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here