Wednesday, September 29, 2021
Homeઅમદાવાદ : સોલા ઉમિયા કેમ્પસ ખાતે મળી પાટીદાર સમાજની બેઠક
Array

અમદાવાદ : સોલા ઉમિયા કેમ્પસ ખાતે મળી પાટીદાર સમાજની બેઠક

વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠક પોલિટિક્સનો દોર યથાવત છે. ત્યારે અમદાવાદના સોલા સ્થિત ઉમિયા કેમ્પસ ખાતે પાટીદાર સમાજની વધુ એક મહત્વની બેઠક મળી. બેઠકમાં કડવા પાટીદાર સમાજના આગેવાનો રમેશ દૂધવાળા. દિલીપ નેતાજી, સી. કે. પટેલ, બાબુ જમના પટેલ તેમજ વાસુદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

આ ઉપરાંત ઉમિયા ધામ સંસ્થાનના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા. આ દરમ્યાન સી. કે. પટેલે પંદરસો કરોડના વિવિધ વિકાસકાર્યોના પ્રારંભની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે આરોગ્ય. કેળવણી અને આધુનિક સમયની સુવિધાઓને અનુરૂપ આ પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments