Monday, December 5, 2022
Homeઅમદાવાદ : બે બાળકોની માતાનું અપહરણ કરીને ત્રણ શખ્સોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું
Array

અમદાવાદ : બે બાળકોની માતાનું અપહરણ કરીને ત્રણ શખ્સોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું

- Advertisement -

સરકાર મહિલાઓની સુરક્ષા મુદ્દે મોટી મોટી ગુલબાંગો મારે છે. પોલીસ પણ મહિલા સુરક્ષાને લઈને સક્રિય હોવાની વાતો કર્યા કરે છે. પરંતુ મહિલાઓ પરના અત્યાચારો અટકાવી શકાયા નથી. અમદાવાદમાં પણ હવે મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. શહેરમાં ત્રણ નરાધમોએ એક પરિણીતાનું અપહરણ કરીને તેને ડ્રગ્સ આપી તેની સાથે સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ યાતના સહન નહીં કરી શકનાર પીડિત મહિલાનું મોત થયું હતું. આખરે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દંપત્તિ મજુરી કરીને ગુજરાન ચલાવતું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના બહેરામપુરા વિસ્તારમા રહેતી દિપુ ( નામ બદલ્યું છે) મુળ નેપાળની વતની છે. તે પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. રોજ કમાઈને રોજ ખાતા આ પરિવારની આર્થિક સ્થિતિ દયનિય છે. બે બાળકોને ભણાવવા માટે બંને દંપત્તિ રાત દિવસ એક કરીને મજુરી કરતાં હતાં. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના સપના પર કેટલાક હેવાનોની ખરાબ નજર હતી.

દિપુનું નરાધમોએ અપહરણ કર્યું હતું
દિપુ ગત 17મી તારીખે ઘરેથી બહાર નીકળી ત્યારે કેટલાક શખ્સો તેની પાસે આવ્યા અને તેનું અપહરણ કરીને લઈ ગયા હતાં. તેમણે રાજુ સોલંકી નામના વ્યક્તિના ઘરમાં દિપુને પહેલા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. જેને લીધે તે નશામાં હતી. ત્યાર બાદ આ નરાધમોએ તેને નિર્વસ્ત્ર કરીને વારા ફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન એક હેવાન દિપુના શરીરને ચૂંથતો રહ્યો અને બીજો તેનો વીડિયો બનાવતો હતો.

યાતના સહન નહીં કરી શકનાર મહિલા મોતને ભેટી
આખી રાત નશીલા પદાર્થના નશામાં દિપુ પર આ શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. એક સમયે દિપુએ બુમ પાડી તો તેના મોઢામાં ડૂચો મારીને પણ આ હેવાનોએ પોતાની હવસખોરીને સંતોષી હતી. આખરે યાતના સહન નહીં કરી શકનાર દીપુનું મોત નીપજ્યું હતું. દિપુ મૃત્યુ પામી છે તેની જાણ થતાં આ શખ્સો તેની લાશને અર્ધનગ્ન હાલતમાં મુકીને ત્યાંથી ભાગી ગયાં હતાં. બીજી તરફ દિપુના બાળકો માતાને શોધી રહ્યાં હતાં પણ તે હેવાનિયતનો ભોગ બનીને આ દુનિયા છોડીને જતી રહી હતી.

પોલીસે નરાધમોની ધરપકડ કરી
બીજા દિવસે આરોપી પૈકી એક આરોપી રાજુ સોલંકી પોલીસનો બાતમીદાર હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી હતી. દાણીલીમડા પોલીસે ગેંગરેપ અને હત્યાનો ગુનો ત્રણ શખ્શો વિરુદ્ધ દાખલ કર્યો છે. આ ઘટનામાં રાજુ સોલંકી, ઇમરાન અને શકીલ નામના શખ્શોનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે અને તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. હાલ ત્રણેય આરોપીઓની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular