Friday, March 29, 2024
Homeઅમદાવાદ : એક શખ્સે ઓઈલ ટપકતું હોવાનો ઈશારો કર્યો, કાર ચાલક જોવા...
Array

અમદાવાદ : એક શખ્સે ઓઈલ ટપકતું હોવાનો ઈશારો કર્યો, કાર ચાલક જોવા ગયાં એટલામાં ગાડીમાંથી લેપટોપ ચોરાઈ ગયુ

- Advertisement -

અમદાવાદ શહેરમાં લોકોને વાતોમાં ભેળવીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરમાં વાસણા અંજલિ બ્રિજ પાસે એક કાર ચાલક ફોન પર વાત કરતાં હતાં ત્યારે એક શખ્સે તેમને કાર નીચે ઓઈલ ટપકતું હોવાનો ઈશારો કર્યો હતો. જ્યારે કાર ચાલકે તે શખ્સના ઈશારાના આધારે કારનું બોનેટ ખોલીને ચેક કર્યું તો ઓઈલ ટપકતું નહોતું. બાદમાં તેઓ કારમાં બેસવા ગયા ત્યારે ખબર પડી કે તેઓનું લેપટોપ ચોરી થઈ ગયું છે. આ મામલે પોલીસ ફરિયાદ કરતાં વાસણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

એક છોકરાએ હાથથી ગાડીની નીચે ઓઈલ ટપકતુ હોવાનો ઈશારો કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે વેજલપુરમાં આવેલી શ્યામ સુંદર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પરમાર ફાયનાન્સ કમ્પનીમાં નોકરી કરે છે. તેઓ પોતાની કાર લઈને કંપનીના કામર્થે નિકળયા હતા. અંજલિ ફ્લાયઓવર ચઢતા પહેલા તેઓને એક કોલ આવતા તેઓએ ગાડી સાઈડમાં ઉભી રાખી હતી. તેઓ ફોનમાં વાતચીત કરતા હતા. ત્યારે સામેની સાઈડથી એક છોકરાએ હાથથી ગાડીની નીચે ઈશારો કર્યો હતો. જેથી જગદીશભાઈએ ગાડીમાંથી નીચે ઉતરીને જોયું તો ઓઇલ ઢોળાયેલું હતું.

પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

જગદીશ ભાઈએ પોતાની ગાડીનું બોનેટ ખોલીને જોયું તો ઓઇલ લીક થતું ન હતું. જેથી તેઓ બોનેટ બન્ધ કરી ગાડીમાં બેસવા જતા હતા ત્યારે પાછળનો દરવાજો અર્ધ ખુલ્લો હતો. તેમાં જોયું તો લેપટોપ બેગમાંથી લેપટોપ ગાયબ હતું. બેગમાંથી અન્ય ડોક્યુમેન્ટ ચોરી થયા ન હતા. જેથી તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરીની ફરિયાદ નોંધી આ ટાબરીયા ને શોધવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular