Thursday, October 28, 2021
Homeઅમદાવાદ : સાબરમતી ગાંધીઆશ્રમને 35 એકરમાં ડેવલપ કરી વૈશ્વિક સ્તરનો બનાવવાનો પ્લાન...
Array

અમદાવાદ : સાબરમતી ગાંધીઆશ્રમને 35 એકરમાં ડેવલપ કરી વૈશ્વિક સ્તરનો બનાવવાનો પ્લાન તૈયાર

ઐતિહાસિક દાંડી યાત્રાની 91મી જયંતિ પ્રસંગે આવતીકાલે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમેથી ફરી દાંડી યાત્રા નિકળવાની છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નિકળનારી આ દાંડી યાત્રાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરાવવાના છે. એટલું જ નહીં, આ સાથે ગાંધીઆશ્રમને વૈશ્વિક વારસાની ધરોહર સમાન બનાવવાની નેમ સાથે સમગ્ર આશ્રમ સંકુલને 35 એકર વિસ્તારમાં રિડેવલપ કરવાની રૂપરેખા પણ તૈયાર થઈ ચૂકી છે. આશરે રુ. 1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધીઆશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ લાયબ્રેરી ધરાવતા આ નવવિકસિત સંકુલની કામગીરીની દેખરેખ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી થઈ રહી છે. ગુજરાતના પ્રિન્સિપલ ચીફ સેક્રેટેરી કે. કૈલાશનાથનને આ માટેની સઘળી જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સંકુલના વિકાસ માટે રાજ્ય સરકારે બજેટમાં રુ. 50 કરોડની ફાળવણી પણ કરી છે.

વર્લ્ડક્લાસ ફેસિલિટી સાથે આશ્રમના ડેવલપમેન્ટનો પ્લાન તૈયાર

સાબરમતી આશ્રમની વર્લ્ડકલાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઇ ગયો છે. સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન બનાવવામાં આવશે અને તેની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપમાં બનાવવામાં આવશે. અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવવામાં આવશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને તેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલાયો છે. કેન્દ્ર સરકારની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના છે અને તેઓ આ મુલાકાત દરમિયાન ગાંધીઆશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે પણ ચર્ચા કરશે. ગાંધી આશ્રમના સંપૂર્ણ નવિનિકરણ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 1200 કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.

નવી પાર્લામેન્ટના આર્કિટેક્સ બિમલ પટેલને જ કામગીરી સોંપાઈ

ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના નવા પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઈન કામગીરી બિમલ પટેલે જ સંભાળી છે. હવે તેઓ ગાંધીઆશ્રમને પણ વૈશ્વિક રુપરંગ આપવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગાંધીઆશ્રમની આસપાસ માત્ર ને માત્ર ગાંધીજીના અનુયાયીઓ અને ગાંધીવાદીઓની સલાહ-સુચન મુજબ જ વિકાસકાર્ય કરવામાં આવશે. ખાસકરીને ડેવલપમેન્ટના નામે ફાઇવસ્ટાર હોટેલો કે એવું કંઈ નહીં બને જેનાથી ગાંધીઆશ્રમની ગરિમા ને નુકશાન થાય.

મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીઆશ્રમ ડેવલપ કરવાની વિચારણા હતી

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી ગાંધી આશ્રમના વિકાસ માટેની વિચારણા ચાલી રહી હતી. ખાસકરીને વિશ્વભરના લોકો ગાંધીઆશ્રમની મુલાકાતે આવે અને બાપુનો શાંતિ અને અહિંસાનો સંદેશો લઇને જાય તેવી વડાપ્રધાન નરેન્દ્રમોદી ની ઇચ્છા હતી. હવે અહીં 5 વર્લ્ડક્લાસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે જેથી વિશ્વભરના લોકોને ગાંધીજીના અનદેખા વારસાનો પણ અહેસાસ થાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમે બાપુને પ્રણામ કર્યા તેની 2017ની ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમે બાપુને પ્રણામ કર્યા તેની 2017ની ફાઈલ તસવીર

આશ્રમ આસપાસના લોકોને સંકુલ માટે સમજાવવાનો દૌર શરૂ

ગાંધીઆશ્રમના વિકાસ માટે 35 એકર જમીનમાં સંકુલનો પ્લાન છે. કે. કૈલાશનાથનની આગેવાનીમાં રાજ્ય સરકારે ગઠિત કરેલી કમિટી હાલ ગાંધીઆશ્રમ આસપાસ વસવાટ કરનારા લોકો સાથે બેઠકો કરી રહી છે. આ લોકોને સમજાવટનો દૌર શરુ શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કૈલાશનાથને સ્થાનિક સાંસદને સાથે રાખી વન ટુ વન બેઠકો શરુ કરી કરી છે. આશ્રમની આસપાસના રહીશોને એ જ વિસ્તારમાં નવા આવાસો આપવાની ફોર્મ્યુલા મૂકવામાં આવી છે. એટલું જ નહીં, આશ્રમની પાછળના ભાગમાં આવાસો આપવાની ખાતરી પણ અપાઈ રહી છે.

5 મ્યુઝિયમમાં ગાંધીજીના વિચારો-રહેણીકરણી આધારિત ચીજો

ગાંધીઆશ્રમના વિકાસ માટે ચાલી રહેલા પ્લાનિંગ મુજબ ગાંધીજીના વિચારો, ગાંધીજીની રહેણીકરણી સહિત ગાંધીજીના મૂલ્યો અંગેના 5 મ્યુઝિયમ બનાવવામાં આવશે. નરેન્દ્ર મોદીના ગાંધીઆશ્રમ ડેવલપમેન્ટના વિઝનને સાકાર કરવા માટે નવી ટીપી પાડીને રોડ – રસ્તા, ગટરલાઇન માટેનો પ્લાન તૈયાર કરવા રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સૂચના આપવામાં આવી છે. આ માટે વાડજથી આરટીઓ સુધીના રસ્તાને કાયમી ધોરણે બંધ કરીને વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવશે.

સાબરમતી ગાંધી આશ્રમ હૃદયકુંજ
સાબરમતી ગાંધી આશ્રમ હૃદયકુંજ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments