Thursday, April 25, 2024
Homeઅમદાવાદઅમદાવાદ : કેસના સમાધાન માટે રિક્ષાચાલકનું અપહરણ એને માર મરાયો

અમદાવાદ : કેસના સમાધાન માટે રિક્ષાચાલકનું અપહરણ એને માર મરાયો

- Advertisement -

અગાઉના ઝઘડાની અદાવત અને કેસના સમાધાન માટે બોલાવી ચાર શખ્સે રિક્ષાચાલકનું અપહરણ કરી ઢોર માર માર્યો હતો. બેભાન થયેલા રિક્ષા ચાલકને ચાલુ રિક્ષામાંથી બહાર ફેંકી દીધો હતો. બીજી તરફ રામોલ અને મણિનગર એમ બંને પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધ્યો છે, જેના પરથી સ્પષ્ટ જણાય છે કે, બંને પોલીસ સ્ટેશન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. સરસપુરમાં રહેતા મુકેશભાઈ ઠાકોરને બે વર્ષ પહેલાં વિજય મારવાડી સાથે ઝઘડો થયો હતો.

જેના કારણે વિજય મારવાડીએ મુકેશભાઈનું અપહરણ કર્યું હતું, જેની ફ્રિયાદ મુકેશભાઈએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. બીજી બાજુ સંજય શુક્લાનો જમાઈ તથા તેના મિત્રો આવારનવાર સમાધાન માટે દબાણ કરતા હતા. જો કે મુકેશભાઈએ સમાધાનની ના પાડી હતી.

જેથી એક દિવસ મુકેશભાઈ તેમની રિક્ષા લઈને ફ્રો મારવા નીકળ્યા ત્યારે સંજય શુક્લાનો જમાઈ તથા તેના ત્રણ મિત્રો ત્યાં આવ્યા હતા અને મુકેશભાઈ કંઈ સમજે તે પહેલા જ તેમને માર મારવા લાગ્યા હતા. બાદમાં તેમને જબરદસ્તી રિક્ષામાં બેસાડી દીધા હતા અને રિક્ષામાં પણ ઢોર માર માર્યો હતો. જોકે ઢોર મારના કારણે મુકેશભાઈ બેભાન થઈ ગયા જતા આરોપીઓ ચાલુ રિક્ષામાં તેમને રસ્તા પર નાખીને ફરાર થઈ ગયા હતા. બીજી બાજુ આસપાસના લોકોએ મુકેશભાઈને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular