Friday, August 12, 2022
Homeઅમદાવાદ: કઠવાડા ગામમાં LED લાઈટ નાખવાનું કૌભાંડ, સરપંચ અને બે પૂર્વ...
Array

અમદાવાદ: કઠવાડા ગામમાં LED લાઈટ નાખવાનું કૌભાંડ, સરપંચ અને બે પૂર્વ તલાટી કામ મંત્રીએ રૂ. 34.51 લાખનો ભ્રષ્ટાચાર કર્યો

- Advertisement -

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કઠવાડા ગામમાં વર્ષ 2017માં LED લાઈટ નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કઠવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને બે તત્કાલિન તલાટી કમ મંત્રીએ ભેગા મળી ખોટા વાઉચર બનાવી રૂ. 34.51 લાખની છેતરપીંડી સત્તાનો દુરુપયોગ કરી અને કરી છે. જે મામલે અમદાવાદ ગ્રામ્ય ACBએ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય ACBએ ગુનો નોંધી તપાસ શરૂ કરી

દસ્કોઇ તાલુકાના ગ્રામ પંચાયત કચેરી દ્વારા કઠવાડામાં વર્ષ 2107માં LED લાઇટો નાખવા બાબતે સરપંચ દીપ્તીબેન રાહુલભાઇ ચાવડા, તત્કાલિન તલાટી કમ મંત્રી શ્રીમતી સંગીતાબેન કલ્પેશકુમાર પ્રજાપતિ અને તત્કાલિન તલાટી કમ મંત્રી હાર્દિકદાનએ પોતાની સત્તાનો હોદ્દાનો દુર ઉપયોગ કરી કઠવાડા ગ્રામ પંચાયતમાં લાઇટો નાખવા માટે કોઈ કાયદેસરના વાઉચરો બનાવ્યા ન હતા. કાયદેસર મુજબ વાઉચરમાં તલાટી કમ મંત્રી તથા સરપંચની સહીઓ કરવાની હોય છે પરંતુ એક પણ વાઉચરમાં સહીઓ કરી ન હતી. ખોટા વાઉચરો બનાવી સત્તાનો દુરઉપયોગ કરી અને તાલુકા વિકાસ અધિકારી દસ્કોઇની કોઇ જ પૂર્વ મંજૂરી ન મેળવી રૂ. 34.51 લાખનો ભ્રષ્ટાચાર આચરતા અમદાવાદ ગ્રામ્ય ACBએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular