અમદાવાદ : 2 દિવસ દરમ્યાન કુલ 37 હજાર 623 લોકોને વેક્સિન આપવામાં આવી

0
1
A health worker (R) inoculates a private hospital staff with a Covid-19 vaccine in Hyderabad on January 28, 2021. (Photo by Noah SEELAM / AFP)

રાજ્યમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો છે. કોરોનાના વધતા કેસોની સામે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 45 વર્ષથી ઉપરના તમામ લોકોને હવે વેકસીન આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ખાનગી- સરકારી સ્કૂલો, હોસ્પિટલો, કોમ્યુનિટી હોલ મળી 238 જેટલા કેન્દ્રો પર મોટાપાયે વેક્સિન આપવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં શનિવાર- રવિવારે 2 દિવસ દરમ્યાન કુલ 37 હજાર 623 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

એક વિસ્તારમાં એક હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ
એક વિસ્તારમાં રોજના 1000 લોકોને રસી આપવામાં આવે તેવા ટાર્ગેટ સાથે સાબરમતી વિસ્તારમાં આવેલા રૂક્ષ્મણીબેન ભાવસાર હોલમાં આજથી રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. સ્થાનિક કોર્પોરેટર ચેતન પટેલ, અંજુબેન શાહ અને હિરલબેન ભાવસારે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાબરમતી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કોરોના વેક્સિન આપવામાં આવી રહી હતી જો કે આજથી એક હજારથી વધુ લોકોને રસી મળે તે હેતુથી રૂક્ષ્મણીબેન ભાવસાર હોલમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

શહેરમાં રોજ 15 હજાર લોકોને વેક્સિન અપાય છે
અમદાવાદ શહેરમાં રોજના 15 હજારથી વધુ લોકોને રસી મુકવામાં આવી રહી છે. ફ્રન્ટ લાઈન વર્કસ, હેલ્થ વર્કસ, 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી 60 વર્ષના કો- ઓરબીડ લોકોને રસી આપવામાં આવી છે. 27 માર્ચ શનિવારે કુલ 25746 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રસી આપવા માટે હોળીના તહેવારના દિવસે પણ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 માર્ચ રવિવારે કુલ 11877 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રસી અપાય છે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 74 જેટલી સરકારી મ્યુનિસિપલ સ્કૂલ અને ખાનગી સ્કૂલોમાં વેક્સિનેશન આપવાનું શરૂ કર્યું છે. ઉપરાંત સાતેય ઝોનમાં આવેલી 63 ખાનગી હોસ્પિટલમાં અને ચાર ઝોનમાં આવેલા 6 કોમ્યુનીટી હોલમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી અને ખાનગી સ્કૂલોમાં સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રસી આપવાની કામગીરી કરવામાં આવે છે.

રસી આપ્યા બાદ 30 મિનિટ તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે
રસી આપ્યા બાદ 30 મિનિટ તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે

60 જેટલા જ વ્યક્તિઓને ટોકન આપવામાં આવે
રસીકરણ કેન્દ્ર પર 60 જેટલા જ વ્યક્તિઓને ટોકન આપવામાં આવે છે. 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી 60 વર્ષના કો- ઓરબીડ લોકો ક્વે તેમનું રજિસ્ટ્રેશન કરી અને ટોકન આપવામા આવે છે. બાદમાં નંબર આવે તે મુજબ તેઓને રસી આપવામાં આવે છે. રસી આપ્યા બાદ 30 મિનિટ તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ ઝોનમાં આવેલી 13 સરકારી હોસ્પિટલમાં પણ રસી આપવાની કામગીરી કરવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 અને રાતે 8 વાગ્યા સુધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here