અમદાવાદ : બે મહિલાઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

0
6

શહેરના વિવિધ વિસ્તારોમાં બે મહિલાઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી.

ન્યૂ મણિનગરના શ્રીનંદ સિટી-10માં રહેતા આશાબેન રમેશકુમાર શર્મા( ઉં.42)એ કોઈ અગમ્ય કારણસર તા.16 મીના રાતના 8.15 વાગે જમાલપુર સરદારબ્રિજ નીચે સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.

વાસણા ગુપ્તાનગરમાં આહીરની ચાલીમાં રહેતા જયંતીભાઈ અરજણભાઈ આહીર( ઉં.42)એ તા.16મીના રાતના 11.50 વાગે અગમ્ય કારણસર સરદાર બ્રિજ નીચે સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જ્યારે દૂધેશ્વર જ્યુપિટર મીલ પાસે રહેતા પીયૂષ અમરતભાઈ મકવાણા( ઉં.28)એ અગમ્ય કારણસર સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

કૃષ્ણનગરની રાજીવપાર્ક સોસાયટીમાં રહેતા પ્રમોદકુમાર જ્ઞાનેશ્વર રામટેકે(ઉં.34)એ અગમ્ય કારણસર તા.17મના 10.45 પહેલાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

રામોલના ન્યૂ મણિનગર ગરીબ આવાસમાં રહેતી આરતી કિશનબહાદુર ગોરખા(ઉં.31)એ અગમ્ય કારણસર પોતાના ઘરના રસોડામાં છતના હૂકમાં દૂપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here