અમદાવાદ : ‘આવુંય થાય’ ગુજરાતી વેબ સિરીઝ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

0
46

 

અમદાવાદ ખાતે આવુંય થાય’ ગુજરાતી વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ગુજરાતની સૌથી યુવા મહિલા પ્રોડ્યૂસર દ્વારા વેબ સિરીઝ પ્રોડ્યૂસ કરવામાં આવી હતી.

 

આર જે રુહાન અને મોનલ ગજ્જર સાથે જે સિરીઝ એન્ટરટેન્મેન્ટમ અંતર્ગત જાનવી બારોટ સાથે બનાવવામાં આવેલ આવુંય થાય ગુજરાતી વેબ સિરીઝ નું ટ્રેલર લોન્ચ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું જે આસ્થા પ્રોડકશન હેઠળ બનેલી છે. આ સિરીઝને ગુજરાતની સૌથી યુવા મહિલા પ્રોડ્યુસર જાનવી બારોટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને જાણીતા રાઇટર સંદીપ દવે આ વેબ સિરીઝના લેખક છે.આ વેબ સિરીઝ નવરાત્રી પછી રિલીઝ કરવામાં આવશે. આ વેબ સિરીઝ માં એક સેલ્સમેન ની લવ સ્ટોરી જોવા મળશે જેને સામાન્ય લોકો પોતાની લાઈફ સાથે કનેક્ટ કરી શકશે. ગુજરાતીઓ માટે આ વેબ સિરીઝ ખરેખર તેમના હૃદય માં વસી જાય તેવી હશે સિરીઝ ના દરેક ડાયલોગ અને લખાણ માં ગુજરાતીપણું જોવા મળશે.

 

એક છોકરી જે 20 થી વધારે છોકરાઓ ને રિજેક્ટ કરી દે છે અને ના છૂટકે એક સામાન્ય સેલ્સમેન ને તેણીએ પસંદ કરવું પડે છે એ સમય ના પ્રેમ ના હાવભાવ અને સંવાદ ખરેખર જોવાલાયક હશે. ત્યાર બાદ બંને ના જીવન માં કયા પ્રકાર ના પરિવર્તન આવે છે અને સિરીઝ જોતા દરેક ગુજરાતી કહેશે આવુંય થાય…!!

 

 

આ એક અલગ લવ સ્ટોરી છે જેમાં એક સેલ્સમેનની લાઈફ સાથે આખી વેબ સિરીઝની વાર્તા સંકળાયેલી છે. આજના સમયમાં ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં વેબ કન્ટેન્ટ ઘણું બધું છે જયારે ગુજરાતી ભાષામાં હજી પણ આપણે પાછળ છીએ. લોકો બીજી ભાષા ની સાથે ગુજરાતી કન્ટેન્ટ પણ ઓનલાઇન પ્લેટફોર્મમાં જોઈ શકે . આ વેબ સિરીઝના ટોટલ 7 એપિસોડ છે. આ વેબસીરીઝ યુટ્યુબ પર જે સિરીઝ એન્ટરટેન્મેન્ટ ની ચેનલ પર લોન્ચ થશે જેનાથી વધારે લોકો આ વેબસીરીઝ જોઈ શકે. કુલ 7 એપિસોડ અને 92 મિનિટ ની આ વેબ સિરીઝ લોકો ને ગમશે કેમ કે ગુજરાતી ભાષા એ આપણી ભાષા છે અને લોકો ને એ પ્રત્યે જાગૃત કરવું એ આપણી ફરજ છે

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here