Monday, September 20, 2021
Homeઅમદાવાદ : પોતે કેન્સર સામે જંગ જીત્યા બાદ અમદાવાદની મહિલા 15 વર્ષથી...
Array

અમદાવાદ : પોતે કેન્સર સામે જંગ જીત્યા બાદ અમદાવાદની મહિલા 15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવી દર્દીઓની સેવામાં કાર્યરત

નારીને નારાયણીનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે આજે આપણે વાત કરીશું એવી નારી શકિતની કે જે કોરોના કાળમાં નારાયણી બનીને જ ખડે પગે રહી છે. કોરોના સામેના યુદ્ધમાં એમ્બ્યુલન્સ હાંકીને સારથીની ભૂમિકા અદા કરી રહ્યા છે. 49 વર્ષના ગીતાબેન દર્દીઓને ત્વરિત સારવાર અર્થે પહોંચાડવાથી લઈને મૃત દર્દીના સ્વ ને સ્મશાન સુધી લઈ જવાની અહમ મનથી નિભાવી કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું અને આ કેન્સરની બીમારીના કારણે તેમને અનેક વેદના અને તકલીફો સહન કરી હતી. તે તકલીફ કોઈ ને ના પડે તે માટે તેમને એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું.

કોઈ દર્દીને તકલીફ ના પડે તે માટે તેમને એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું

કોઈ દર્દીને તકલીફ ના પડે તે માટે તેમને એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું

ગીતાબેન પુરોહિત છેલ્લા 15 વર્ષથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ચલાવે છે

અમદાવાદમા રહેતા ગીતાબેન કોરોના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને ત દર્દીની ડેડ બોડી પણ અટેન કરે છે. 15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવતી મહિલાએ અત્યાર સુધી 5 હજારથી વધુ દર્દી તેમજ ડેડ બોડીને નિયત સ્થળે પહોંચાડી છે. આમતો મહિલાને કેટલાક લોકો દ્વારા સમાજમાં કેટલીક જગ્યાએ એ સ્કોચિત નજરે જોવામાં આવે છે. પણ અમદાવાદમાં રહેતી આ મહિલા આવી વિચાર વાળા લોકો માટે ઉદાહરણ સ્વરૂપ છે. આ મહિલાનું નામ છે ગીતા બેન પુરોહિત. ગીતાબેન પુરોહિત છેલ્લા 15 વર્ષથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ચલાવે છે. ગુજરાતમાં ઉત્તરથી લઈને દક્ષિણ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે. ગીતાબેન રાત્રે પણ તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે અને ડેડ બોડી તેમજ દર્દીઓને નિયત સ્થળે પહોંચાડે છે. આ સેવાનું કાર્ય તેવો સતત 15 વર્ષથી કરે છે. અત્યાર સુધી તેમને 5 હજારથી વધુ લોકોની સેવા કરી છે.

ગુજરાતમાં ઉત્તરથી લઈને દક્ષિણ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે

ગુજરાતમાં ઉત્તરથી લઈને દક્ષિણ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે

મારા ઘર કરતા કોઈનો જીવ જરૂરી: ગીતાબેન

ગીતાબેન પુરોહિતે વાતચીતમાં એક કિસ્સો જણાવતા જણાવ્યું કે, ઘરની જવાબદારી સાથે હું એમ્બ્યુલન્સ ચાલવું છું, સામાન્ય રીતે ઘરના તમામ કામ હું કરું છું, એક વખત એવો સમય આવ્યો કે, હું મુંઝાઈ ગઈ કે ઘરનું કામ મૂકીને કેમ જવાય પણ પછી તરત જ કઈ વિચાર્યા વગર હું એમ્બ્યુલન્સ લઈને ભાગી કારણ કે મારા ઘર કરતા કોઈનો જીવ જરૂરી છે. 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું અને આ કેન્સરની બીમારીના કારણે તેમને અનેક વેદના અને તકલીફો સહન કરી હતી. તે તકલીફ કોઈ ને ના પડે તે માટે તેમને એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું.

ગુજરાતની બહાર અનેક વખત તેમની એમ્બ્યુલન્સ લઈને સેવાકાર્ય અનેકવાર ગયા છે

ગુજરાતની બહાર અનેક વખત તેમની એમ્બ્યુલન્સ લઈને સેવાકાર્ય અનેકવાર ગયા છે

ગુજરાત બહાર પણ અનેકવાર એમ્બ્યુલન્સની સેવા આપી છે

શરૂવાતમાં ગીતાબેન દર્દીઓને લઈ જતા હતા અને ત્યારબાદ તેમને ડેડ બોડી અટેન કરવાનું શરૂ કર્યું. કોરોના સમયમાં પણ અનેક કોરોના મૃતદેહોને તેમને એમ્બ્યુલન્સ થકી નિયત સ્થળ પર પહોંચડ્યાં છે. જોકે તેમને કોઈ જાતનો ડર નથી. શરૂઆતમાં પરિવારે તેમના આ કામને વખોડયું હતું, અને તેમને આ કામ ના કરવા સલાહ આપી હતી. પણ ગીતાબેને આ કાર્યને સેવાનું કામ માનીને આગળ વધ્યા હતા. અત્યારે ગીતા બેન અને તેમના પતિ ગૌરવ ભાઈ નોર્મલ ચાર્જ લઈને આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. ગીતાબેન ગુજરાતની બહાર અનેક વખત તેમની એમ્બ્યુલન્સ લઈને સેવાકાર્ય અનેકવાર ગયા છે અને દર્દીઓ અને ડેડબોડીને તેમની નિયત સ્થળે પહોંચાડી છે. ત્યારે મહિલા તરીકે તેમની આ હિંમતએ આવકારવા લાયક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments