અમદાવાદ : યુવકને ફોન પર પત્નીનો ફોટો આવ્યો ને નીચે લખ્યું હતું ‘તારી પત્ની ખાલી તારી નથી બધાની છે’

0
9

અમદાવાદના રૂઢીચુસ્ત પરિવારના યુવકના લગ્ન સમાજના રિવાજ પ્રમાણે થયા પણ હજી સામાજિક રિવાજ પુરા કરીને પત્ની ઘરે આવે તે પહેલા તો તેના જીવનમાં ભૂકંપ આવી ગયો.પતિ ઘરે ફોન જોઈ રહ્યો હતો ત્યારે એક મેસેજ આવ્યો અને તે મેસેજમાં લખ્યું હતું કે, તારી પત્ની એ ખાલી તારી નથી બધાની સાર્વજનિક છે. આ મેસેજ વાંચીને યુવક ચોંકી ઉઠયો હતો.આખરે પરિવાર સાથે વાત કરીને ખરેખર કોણ આ કેમ કરી રહ્યું છે તે જાણવા માટે તેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પત્નીના ફોટો સાથે પતિને મળ્યો અભદ્ર મેસેજ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ,અમદાવાદના રૂઢિચુસ્ત પરિવારમાં રહેતા નાગજી (નામ બદલ્યું છે )ના લગ્ન પરિવારના રિવાજ મુજબ રુહી (નામ બદલ્યું છે.) સાથે થયા હતા. લગ્નના રિવાજ મુજવ રુહીને લગ્ન બાદ આણું કર્યા બાદ જ નાગજીના ઘરે મોકલવામાં આવે તેવું નક્કી કર્યું હતું.
લગ્નના 3 વર્ષ થયાં હતાં પરંતુ હજી આણું ન થયું હોવાથી રુહી એના પિયરમાં જ રહેતી હતી.આ બધાની વચ્ચે નાગજી તેના ઘરે હતો ત્યારે તેના મોબાઈલમાં અજાણ્યા નંબરથી એક મેસેજ આવ્યો અને તેમાં લખ્યું હતી કે તારી પત્ની સાર્વજનિક છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.તેની સાથે રુહીનો ફોટો પણ મોકલ્યો હતો.

આ અંગે નાગજીએ તપાસ કરતા મેસેજ કરનારની કોઇ ઓળખ થઈ નહીં અને તેણે તપાસ કરતા કોઈ કડી મળી નહીં .જેથી નાગજીએ કોઈ વ્યક્તિ પોતાના લગ્ન તોડવા ઈચ્છતું હોય તેવી શંકાના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here