Wednesday, January 19, 2022
Homeઅમદાવાદઅમદાવાદ : કુબેરનગરમાં આધારકાર્ડની કામગીરી અઠવાડિયાથી ઠપ

અમદાવાદ : કુબેરનગરમાં આધારકાર્ડની કામગીરી અઠવાડિયાથી ઠપ

કુબેરનગર મ્યુનિ.વોર્ડ ઓફિસમાં ભોંયરામાં આવેલી આધારકાર્ડની ઓફિસમાં વારંવાર કોમ્પ્યુટરમાં ટેકનીકલ ખામી સર્જાતા અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી લોકો ધક્કા ખાઇ રહ્યા છે. જેને લઇને રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. કુબેરનગર રેલવે ફાટક પાસે આવેલી મ્યુનિ.વોર્ડ ઓફિસમાં આધારકાર્ડ કાઢી આપવાની, સુધારા-વધારા કરવાની કામગીરી છેલ્લા અઠવાડિયાથી વારંવાર બંધ કરી દેવાતા અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે.

આ અંગે સિનિયર સિટીઝન અરજદાર માયાબેન મોટવાણીના જણાવ્યા મુજબ તેઓ ગત શુક્રવારથી ધક્કા ખાઇ રહ્યા છે. સવારથી ૮ વાગ્યાથી લાઇનો લગાવવી પડી રહી છે. ટોકન મળતા નથી, ટેકનીકલ ખામી હોવાનું કહીને આખો દિવસ કામગીરી બંધ રહેશે તેવી સુચના અપાય છે. દિવસ દરમિયાન ફક્ત દોઢેક કલાક માટે જ આધારકાર્ડની કામગીરી ચાલી રહી છે. જેને લઇને અરજદારો પરેશાન છે. આધારકાર્ડ બનાવી આપવાની કામગીરી ઝડપી, સરળ અને નિયમિત બનાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular