અમદાવાદ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હજી 3.65 લાખ ચોરસ મીટર જમીનનું સંપાદનનું કામ બાકી

0
4

અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હજી 3.65 લાખ ચોરસ મીટર જમીનનું સંપાદનનું કામ બાકી છે. જેમાં સૌથી વધુ જમીન સંપાદનનું કામ વડોદરા જિલ્લામાં બાકી છે. તેમજ ખેડૂતો દ્વારા તંત્રને 1908 જેટલી વાંધા અરજીઓ અને ફરિયાદો મળી છે.

કોંગ્રેસે વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો
રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનના કામકાજની શરૂઆત સપ્ટેમ્બર-2017માં કરવામાં આવી હતી અને 2023માં કામકાજ પૂર્ણ થશે તેવી ગણતરી રાખવામાં આવી હતી. પરંતુ હજુ સુધી મોટાપાયે જમીન સંપાદન સહિતની અનેક કામગીરી ગુજરાતમાં જ બાકી છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં ડિસેમ્બર-૨૦૨૦ની સ્થિતિએ કયા જિલ્લામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કેટલુ કામકાજ બાકી છે તે અંગેના સવાલ પૂછવામાં આવ્યા હતા.

તંત્રને ખેડૂતોની 1908 જેટલી ફરિયાદો અને વાંધા અરજીઓ મળી
તંત્રને ખેડૂતોની 1908 જેટલી ફરિયાદો અને વાંધા અરજીઓ મળી

તંત્રને ખેડૂતો દ્વારા 1908 જેટલી ફરિયાદો
જેના લેખિત જવાબમાં મહેસૂલ વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં 1063.79 ચો.મી., અમદાવાદમાં 45091 ચો.મી., આણંદમાં 1421 ચો.મી., ભરૂચમાં 7232 ચો.મી., સુરતમાં 60510 ચો.મી. અને વડોદરા જિલ્લામાં 145298 ચો.મી. જમીનનું સંપાદન કરવાનું બાકી હોવાનો જવાબ અપાયો હતો.વલસાડ અને ખેડા જિલ્લામાં જરૂરિયાત મુજબની જમીન સંપાદન થઇ ગઇ હોવાનું પણ જણાવાયું હતું. વિવિધ જિલ્લામાં ખેડૂતો તરફથી મળેલી વાંધા અરજી કે ફરિયાદોમાં નવસારીમાં 201, વલસાડીમાં 236, અમદાવાદમાં 4, આણંદમાં 93, ભરૂચમાં 408, સુરતમાં 940 અને વડોદરામાં 26 મળીને કુલ 1908 સુધી પહોંચી છે.

અમદાવાદમાં પણ જમીન સંપાદનનું કામ બાકી
અમદાવાદ જિલ્લામાં સાબરમતી, ઘાટલોડિયા, વટવા અને અસારવા મહેસૂલી તાલુકામાં જમીનનું સંપાદન કરવાનું બાકી છે. દસ્ક્રોઇમાં જરૂરિયાત મુજબનું જમીન સંપાદન થઇ જવા પામ્યું છે. સાબરમતી અને ઘાટલોડિયામાં બે-બે વાંધા અરજી જમીન સંપાદન અંગે કરવામાં આવેલી છે. મોટાપાયે જમીન સંપાદન કરવાનું કામ બાકી છે અને બુલેટ ટ્રેન ચાલુ કરવાનો પ્રશ્ન તે પછી આવે છે ત્યારે આગામી બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ થઇ શકશે કે કેમ તે અંગે સવાલ ઉભા થવા પામ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે આગળ વધવાની કામગીરી અટકાવી છે.

પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેનને ગુજરાતના વલસાડ સુધી જ શરૂ કરવા પર વિચાર કરવો પડશે
પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેનને ગુજરાતના વલસાડ સુધી જ શરૂ કરવા પર વિચાર કરવો પડશે

પ્રથમ તબક્કામાં વલસાડ સુધી ટ્રેન દોડાવવાનો વિચાર
મહારાષ્ટ્ર સરકારે પહેલાથી જ પોતાના હિસ્સાની મુડી આપવાનો ઈન્કાર કર્યો છે, તેવામાં જમીન સંપાદન પણ ઘોંચમાં પડતા પહેલા તબક્કામાં બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી વલસાડ વચ્ચે જ દોડતી કરવા કંપની આગળ વધી રહી છે. વાર્ષિક અહેવાલના નાણાકિય પરિણામોનો સારાંશમાં રૂ.20 હજાર કરોડની શેરમૂડી ધરાવતી આ કંપનીએ વર્ષ 2019-20માં કર કપાત પછી રૂપિયા 55 કરોડ 92 લાખનો કર્યાનું પણ વિધાનસભામાંથી જાહેર થયુ છે. હકિકતમા નેશનલ હાઈસ્પિડ રેલ કોર્પોરેશને હજી સુધી બૂલેટ ટ્રેન શરૂ પણ કરી નથી. ભારત અને ગુજરાત સરકારની માલિકીની આ કંપની પાસે હાલમાં પોતાના શેરભંડોળ અર્થાત સરકાર દ્વારા ઉમેરવામાં આવતા મુડી ભંડોળ સિવાય અન્ય કોઈ આવક નથી.

આ પ્રોજેક્ટને 2023 સુધીમાં પૂર્ણ કરવો શક્ય નથી
અગાઉ NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને 2023 સુધીમાં પૂર્ણ કરવો શક્ય નથી, કારણ કે ગુજરાત તરફથી તમામ કાર્ય 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટમાં 352 કિલોમીટર લાંબી જમીનના 95 ટકા ભાગનું સંપાદન કરી લેવામાં આવ્યું છે. જો કે મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરની જમીનમાંથી માત્ર 23 ટકા જ જમીનનું અધિગ્રહણ થઈ શક્યું છે.

NHSRCL મહારાષ્ટ્રમાં 23 ટકા જમીનનું સંપાદન કરવામાં સક્ષમ છે. જો અમને અગામી 3 મહિનામાં લગભગ 70 થી 80 ટકા જમીન મેળવી લઈશું, તો જ અમે એકસાથે સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરી શકીશું. જો આવું નહીં થાય તો NHSRCLને પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેનને ગુજરાતના વલસાડ સુધી જ શરૂ કરવા પર વિચાર કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here