Saturday, April 20, 2024
Homeઅમદાવાદ : આજથી ફાર્મસી ડિગ્રી માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
Array

અમદાવાદ : આજથી ફાર્મસી ડિગ્રી માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

- Advertisement -

ધોરણ 12નું પરિણામ જાહેર થતાં હવે પ્રવેશ પ્રક્રિયાનો દોર શરૂ થયો છે. ત્યારે આજથી ડિગ્રી-ડિપ્લોમાના ફાર્મસી કોલેજ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. 7517 બેઠકો પર આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં 1331 બેઠક ડિપ્લોમા અને 6186 બેઠક ડિગ્રી માટેની છે. રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે 22 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. 31 ઓગસ્ટે પ્રવેશ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. જે બાદ 18 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડની ફાળવણી કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી અભ્યાસ પણ શરૂ કરવામાં આવી શકે છે.

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

ધો. 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જિ. માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

નોંધનીય છે કે, ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યા બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત 26 જુલાઈથી થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ acpcની વેબસાઇટ પર જઇને પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. 16 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફી ભરવાની રહેશે. ત્યારબાદ પ્રક્રિયા આગળ વધશે. કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ છે. જેથી પ્રક્રિયા લાંબી ચાલશે અને 30 ઓક્ટોબરે પ્રક્રિયા પૂર્ણ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular