અમદાવાદ : 12 વર્ષ બાદ કાંકરિયાની અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા બદલાશે

0
0

અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા 12 વર્ષ બાદ બદલવામાં આવશે
અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા 12 વર્ષ બાદ બદલવામાં આવશે

અમદાવાદના કાંકરિયા લેક્ફ્રન્ટમાં આવેલી અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા 12 વર્ષ બાદ બદલવામાં આવશે. સુરતના કોસંબાથી ઉમરપાડા વચ્ચેની નેરોગેજ લાઇનના જુના પાટા રેલવે વિભાગ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરીદી અને નાખવામાં આવશે. રૂ. 48 લાખના ખર્ચે 4500 રનિંગ મીટર જેટલા 84.195 મેટ્રિક ટન નેરોગેજ લાઇનના પાટા ખરીદવા અંગે રેલવે વિભાગને ડિમાન્ડ ડ્રાફટ મોકલવા અંગેની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિમાં મુકવામાં આવી છે.

ટ્રેનની શરૂઆત બાદ એકપણ વાર પાટા બદલાયા નથી
અમદાવાદીઓના મનોરંજનના સ્થળ કાંકરિયા લેક્ફ્રન્ટમાં વર્ષ 2008માં અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામા આવી હતી. ટ્રેનની શરૂઆત બાદ એકપણ વાર પાટા બદલવામાં આવ્યા ન હતા. બે વર્ષ પહેલાં લેક્ફ્રન્ટમાં આવેલી રાઈડ તૂટી પડી હતી. બાદમાં તમામ રાઈડના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. RNB બિલ્ડીંગ વિભાગ અને ટ્રેક ઇન્સ્પેકશન કમિટિ દ્વારા અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા બદલવા અભિપ્રાય આપ્યો હતો. જેથી ઈજનેર વિભાગ દ્વારા આ મામલે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. સુરતના કોસંબા અને કોસંબા યાર્ડથી ઉમરપાડા વચ્ચેની નેરોગેજ લાઇનના પાટા ખરીદવાની રેલવે વિભાગ પાસેથી મંજૂરી મેળવી હતી.

4500 રનિંગ મીટર જેટલા 84.195 મેટ્રિક ટન નેરોગેજ લાઇનના પાટા ખરીદવા અંગેની દરખાસ્ત
4500 રનિંગ મીટર જેટલા 84.195 મેટ્રિક ટન નેરોગેજ લાઇનના પાટા ખરીદવા અંગેની દરખાસ્ત

રૂ.48 લાખના ખર્ચે થશે પાટાની કામગીરી
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ દ્વારા રૂ.48 લાખના ખર્ચે 4500 રનિંગ મીટર જેટલા 84.195 મેટ્રિક ટન નેરોગેજ લાઇનના પાટા ખરીદવા અંગે રેલવે વિભાગના ચીફ કેશિયરને ડિમાન્ડ ડ્રાફટ મોકલવા અંગેની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિમાં મુકવામાં આવી છે. દરખાસ્તમાં ભવિષ્યમાં રેલવે વિભાગમાંથી રેલ ટ્રેક કે અન્ય કોઈ પાર્ટ્સ ખરીદવાની જરૂર પડે તો વહીવટી અને નાણાંકીય સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે તેવી પણ દરખાસ્ત મુકાઈ છે.

લંડનની મંગાવી હતી અટલ એક્સપ્રેસ
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નામ પરથી અટલ એક્સપ્રેસનું નામ રાખવામાં આવ્યું છે. જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે. આ ટ્રેન તળાવની ફરતે 3.9 કિ.મીના પથ પર 10 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન કુલ 150 (36 પુખ્ત વ્યક્તિ સહીત) વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. ટ્રેન સેવર્ન લેમ્બ નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ ટ્રેન રજુ કરાયાના 11 માસમાં લગભગ દસ લાખ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here