Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : કલોઝર નોટિસ અપાયા બાદ ૯૫ પૈકી માત્ર ૩૫ હોસ્પિટલોએ એન.ઓ.સી...
Array

અમદાવાદ : કલોઝર નોટિસ અપાયા બાદ ૯૫ પૈકી માત્ર ૩૫ હોસ્પિટલોએ એન.ઓ.સી જ ફાયર મેળવવા માટે પ્રક્રીયા કરી

અમદાવાદ શહેરમાં ફાયર એન.ઓ.સી.ના મેળવનારી ૯૫ હોસ્પિટલોને ફાયર વિભાગ દ્વારા સાત દિવસની કલોઝર નોટિસ અપાઈ હતી.પાંચ દિવસમાં આ પૈકી માત્ર ૩૫ હોસ્પિટલોએ ફાયર એન.ઓ.સી.મેળવવા પ્રક્રીયા કરી છે. બે દિવસમાં બાકીની હોસ્પિટલો એન.ઓ.સી.મેળવવા પ્રક્રીયા નહીં કરે તો કડક કાર્યવાહી કરવા તંત્રે તૈયારીઓ કરી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ અંગે મળતી માહીતી મુજબ, હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો અને એન.ઓ.સી.મામલે  સુપ્રિમ કોર્ટ દ્વારા બે અઠવાડીયામાં રીપોર્ટ રજુ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ બાદ અમદાવાદ શહેરમાં ૯૫ હોસ્પિટલોને સાત દિવસમાં દર્દીઓને અન્યત્ર ખસેડવા ઉપરાંત ફાયર એન.ઓ.સી.મેળવી લેવાનો વિકલ્પ અપાયો હતો.

૨૩ જુલાઈએ  ૯૫ હોસ્પિટલોને ફાયર વિભાગે કલોઝર નોટિસ આપી હતી. હવે બે દિવસની અંદર બાકીની હોસ્પિટલો એન.ઓ.સી.મેળવવા તજવીજ નહીં કરે તો હોસ્પિટલના બિલ્ડીંગ સીલ કરવાથી લઈ પાણી,ગટર અને વીજ જોડાણ કાપવાથી લઈ ફોજદારી કાર્યવાહી કરવા સુધીની કાર્યવાહી તંત્ર કરવા સજજ બન્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments