- Advertisement -
અમદાવાદમાં એક પછી એક હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે. જ્યારે વીએસ બાદ હવે મણીનગરની એલજી હોસ્પિટલ (LG Hospital) ની ઘોર બેદરકારીના કારણે હોસ્પિટલમાં એક બાળકનો જન્મતાની સાથે જ મોત થવાનો બનાવ સામે આવ્યો છે.મણીનગરની એલજી હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે એક બાળકનું જન્મતાની સાથે જ મોત થયું છે. પરિવાજનો દ્વારા હોસ્પિટલમાં મહિલાની પ્રસૂતિ થયા બાદ બાળકી નીચે પડી જતા તેનું મોત થયાનો આક્ષેપ કરાયો છે.
પરિવાર હોસ્પિટલમાં નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્સ સ્ટાફ ન હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યું છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ત્યારે અહીં અનેક સવાલો ઉભા થાય છે.
સળગતા સવાલ:
- વારંવાર મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં કેમ આવી ઘટના બને છે?
- આવી ઘટના બાદ પણ એલ.જી.હોસ્પિટલ તંત્ર ઊંઘી રહ્યું છે?
- શું હોસ્પિટલની નર્સોની યોગ્ય તાલિમ વિના જ ભરતી કરી દેવાય છે?
- માતા પર શું વેદના થતી હશે તેનો એલજી તંત્રને ખ્યાલ છે?
- બેદરકારીના કારણે માતાએ પોતાનું નવજાત બાળક ગૂમાવ્યું તેનું જવાબદાર કોણ ?
- આવી ગંભીર બેદરકારી ક્યાં સુધી થતી રહેશે?
- જો આવું રહ્યું તો લોકો મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં કેવી રીતે વિશ્વાસ કરશે?