Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : રસ્તાઓ તૂટેલા અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
Array

અમદાવાદ : રસ્તાઓ તૂટેલા અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ

અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરેલી વીડિયોને તસવીર - Divya Bhaskar

અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કોર્પોરેટર કે સભ્ય કોઈ ચર્ચા કરતા નથી. અગાઉ રોડ-રસ્તા મામલે ખુદ ભાજપના જ નેતાએ ટ્વીટ કરવું પડ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસના નેતાએ પણ અમદાવાદના રસ્તાઓ તૂટેલા અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાને લઈ ટ્વીટ કરી રહ્યા છે.

જશોદાનગરથી રીંગ રોડ જતા રોડમાં કપચી ઉખડી

કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જશોદાનગરથી રીંગ રોડને જોડતા નવા બનેલા હાઇવે પર કપચી ઉખડી ગઈ હોવાનો ભાજપનું ભ્રષ્ટાચાર મોડલ કરી એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે, રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે. રોડ પર ચાલતા લોકોને આ ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments