Monday, September 20, 2021
Homeઅમદાવાદ : એ.એમ.ટી.એસ. તંત્ર તળીયે પહોંચ્યું બિલ્ડીંગ,પ્લેટફોર્મ સહીતની કામગીરી કરાશે
Array

અમદાવાદ : એ.એમ.ટી.એસ. તંત્ર તળીયે પહોંચ્યું બિલ્ડીંગ,પ્લેટફોર્મ સહીતની કામગીરી કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ જંગી દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે.તંત્ર દ્વારા શહેરમાં દોડાવાતી તમામ બસો ખાનગી ઓપરેટરોના હવાલે સોંપી દેવામાં આવી છે.આ પરિસ્થિતિમાં છેલ્લા દસ વર્ષમાં જેની ચારથી વધુ વખત જાહેરાત કરાઈ છે એવા લાલ દરવાજા ટર્મિનસને રિડેવલપ કરવાની કાર્યવાહી હવે રહી રહીને શરુ કરવામાં આવી છે.રિડેવલપમેન્ટ પાછળ રુપિયા છ કરોડથી વધુ રકમનું આંધણ કરવામાં આવશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના દર વર્ષે વાર્ષિક બજેટ મંજુર કરવાવાળા તંત્રના અધિકારીઓ અને શાસકો જો બજેટ ઉપર નજર દોડાવે તો દસ વર્ષમાં ચાર વખત લાલ દરવાજા ટર્મિનસને રિડેવલપ કરી હેરીટેજ લૂક આપવાની જાહેરાતો તેમના તરફથી કરવામાં આવી હતી.આમ છતાં આટલા વર્ષોમાં કયારે પણ આ આયોજન કાગળ ઉપરથી અમલીકરણ સુધી પહોંચી શકયુ નહોતુ.

હવે જયારે એએમટીએસની મુળ માલિકીની બસો શહેરના રસ્તાઓ ઉપર આંગળીના વેઢે ગણી શકાય એટલી જ રહી જવા પામી છે.તેવા સમય રુપિયા છ કરોડથી વધુના ખર્ચ સાથે કામગીરી શરુ કરવામાં આવી છે.જેમાં ઓફીસ બિલ્ડીંગ પ્લેટફોર્મ, આર.સી.સી.રોડ સહીતની કામગીરી કરાશે.જેને કારણે લાલ દરવાજા ટર્મિનસના મ્યુનિ.સ્નાનાગરથી હોમગાર્ડ ઓફીસ થઈ અપના બજાર તરફ જતો રસ્તો ૧૪ માર્ચ-૨૦૨૨ સુધી અવર-જવર માટે બંધ રહેશે.વાહનચાલકોએ વિકટોરીયા ગાર્ડનથી સ્ટેટબેંક ઓફ ઈન્ડિયા થઈ અપના બજાર તરફના રસ્તાનો ઉપયોગ કરવો પડશે.હોમગાર્ડ ઓફીસ તરફ જવા માટે નહેરૃબ્રિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments