Monday, September 20, 2021
Homeઅમદાવાદ : AMTSની નવી 300 કંડક્ટરલેસ બસમાં જનમિત્ર કાર્ડથી જ મુસાફરી કરી...
Array

અમદાવાદ : AMTSની નવી 300 કંડક્ટરલેસ બસમાં જનમિત્ર કાર્ડથી જ મુસાફરી કરી શકાશે

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન સંચાલિત એએમટીએસમાં વધુ 300 મીડી બસ કોન્ટ્રાક્ટથી ચલાવાશે. આ માટે ટેન્ડર ઈશ્યૂ કરાયા છે. જોકે આ બસો કંડક્ટરલેસ હશે. ટિકિટ માટે બસની અંદર કાર્ડ સ્વિપિંગ મશીન મૂકાશે. જેમાં માત્ર જનમિત્ર કાર્ડથી ટિકિટ મેળવી શકાશે. આ બસો શરૂ થયેથી સિટી વિસ્તારમાં બસની ફ્રિકવન્સી લગભગ બમણી થવાનો આશાવાદ છે.

300 સીએનજી બસ માટે કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા

એએમટીએસની છેલ્લા કેટલાક સમયથી ઘટી રહેલી ફ્રીકવન્સી તેમજ જર્જરીત બસોને સ્થાને નવી બસો સમાવવા માટે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 300 સીએનજી બસ માટે કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરોમાં બસ ડ્રાઇવર અને કંડક્ટર સિવાય જ તેના ટેન્ડર ભરવા માટે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. સાથે ટેન્ડર આગામી 14મી ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન ફાઇલ કરવાનું ઠરાવ્યું છે.

બસની સંખ્યા 1010 જેટલી થશે

આ નવી 300 બસમાં માત્ર ડ્રાઇવર જ હશે, અને આ ડ્રાઈવર પણ મ્યુનિ.ના રહેશે. જ્યારે તમામ બસોમાં કંડક્ટર નહીં હોય. ઉલ્લેખનીય છેકે એએમટીએસ માટે પણ મ્યુનિ. દ્વારા જનમિત્ર કાર્ડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ 300 બસમાં પણ જનમિત્ર કાર્ડથી જ મુસાફર ટિકિટ મેળવી શકશે. કોઈ પણ પ્રકારનો રોકડ વ્યવહાર થશે નહીં. હાલમાં શહેરમાં કુલ 710 એએમટીએસની બસો દોડી રહી છે અને નવી 300 બસ જોડાતા કુલ બસની સંખ્યા 1010 જેટલી થશે.

સમયસર બસ મળતી નહીં હોવાની ફરિયાદો

અત્યારે જ્યાં બસો માંડ 20 મિનિટ કે તેથી પણ મોડા સમયે મળે છે તેને બદલે શહેરમાં હવે 10 થી 12 મિનિટે બસો મળી રહે તેવી ફ્રીકવન્સી ગોઠવવામાં આવશે. નવી 300 બસ ઉમેરાતા તે બસોને ખાસ કરીને ફ્રીકવન્સી વધારવા માટે દોડાવાશે. શહેરી વિસ્તારમાં જ્યાં બસોની વધુ ફ્રીકવન્સીની આવશ્યકતા છે ત્યાં તેનો ઉપયોગ થશે.

જનમિત્ર કાર્ડના ઉપયોગ માટે જાગૃતિ કરાશે

એએમટીએનાં ચેરમેન અતુલ ભાવસારના જણાવ્યા અનુસાર શહેરમાં મહત્તમ લોકો જનમિત્રકાર્ડ મેળવી લે તે માટે અમે ચોક્કસ ડ્રાઇવ ચલાવીશું. જરૂર પડે નિશ્ચિત સ્કીમ પણ કાઢીશું. સરળતાથી જનમિત્રકાર્ડ મળી રહે તેવી પણ વ્યવસ્થા કરીશું, જેથી લોકોને આ બસોમાં મુસાફરી કરવામાં મુશ્કેલી ન પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments