Wednesday, September 28, 2022
Homeઅમદાવાદઅમદાવાદ : રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાશે

અમદાવાદ : રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાશે

- Advertisement -

18થી 22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનારા ડિફેન્સ એક્સ્પોમાં 63થી વધુ દેશો ભાગ લેવાના છે. આ એક્સ્પો દરમિયાન અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર ઈન્ડિયન એરફોર્સ દ્વારા એર-શોનું પણ આયોજન કરવામાં આવશે. એરફોર્સ આકાશમાં તિરંગાના કલરથી વિવિધ ફોર્મેશન કરી દેશભક્તિનો સંદેશ આપશે. એક્સ્પોમાં આવનારા વીવીઆઈપી મહેમાનોને લઈ જવા માટે 500 લકઝુરિયસ કાર અને અમદાવાદ-ગાંધીનગરની 50થી વધુ ફાઈવ સ્ટાર સહિતની વિવિધ કેટેગરીની હોટેલો બુક કરાવવામાં આવી છે.

ડિફેન્સ એક્સ્પોમાં 63થી વધુ દેશો ભાગ લેવાના છે જેમાં વિવિધ એક્ઝિબિટર દ્વારા 1 હજાર સ્ટોલ પર ડિફેન્સના સાધનોનું પ્રદર્શન યોજાશે. જુદા જુદા દેશના 120થી વધુ એક્ઝિબિટર હશે. ડિફેન્સ મિનિસ્ટર સહિત આ એક્સ્પોમાં એર માર્શલના રેન્ક સાથે AOC-in-C (એર ઓફિસર કમાન્ડર-ઈન-ચીફ) સહિત આઈએએફ, નેવી એમ ત્રણેય સેનાના ચીફ સ્ટાફ હાજરી આપશે. ઈન્ડિયન એરફોર્સ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર લડાકુ વિમાનો એર-શો યોજશે.તમામ પ્રકારની તૈયારીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મિટિંગનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં અમદાવાદ એરપોર્ટ પર 43 એરક્રાફ્ટ પર્કિંગની ક્ષમતા છે જ્યાં ડિફેન્સના વિમાનોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી અલાયદી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે. શહેરની આ હોટેલો બુક કરાઈ આઇટીસી નર્મદા અમદાવાદ, ધ લીલા ગાંધીનગર, હયાત રેજન્સી આશ્રમ રોડ, હયાત વસ્ત્રાપુર, તાજ સ્કાય લાઈન સિંધુભવન, નોવાટેલ એસજી હાઇવે, ક્રાઉન પ્લાઝા, એસજી હાઇવે, હિલોક, આંબલીનો સમાવેશ થાય છે.

  • 63 – દેશ એક્સ્પોમાં ભાગ લેશે
  • 1000 – એક્ઝિબિશનમાં ડિફેન્સના સ્ટોલ
  • ​​​​​​​120 – સ્ટોલ જુદા જુદા દેશોના
  • ​​​​​​​50 – હોટેલો બુક કરાઈ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular