અમદાવાદ : બ્લેક આઈબીસ પક્ષીનું એનીમલ લાઈફ કેર રેસ્કયુ કરી જીવ બચાવ્યો

0
0

અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગાંઘીસાગર સોસાયટીમાંથી રીટાયર્ડ ડીવાયએસપી બી.એય ચૌહાણ સાહેબનો કોલ આવ્યો હતો કે, કમ્પાઉન્ડમાં એક પક્ષી ઘાયલ થઇ પડ્યું છે અને ખૂબ જ પીડાઈ રહ્યું છે તાત્કાલિક એનિમલ લાઇફકેરના વિજય ડાભીને જાણ થતાં સ્થળ ઉપર ઘાયલ બ્લેક આઈબીસ જેને ગુજરાતીમાં (કાળી કાંકણસાર)તરીકે ઓળખાય છે જેનું રેસ્ક્યુ કર્યું હતું અને તેને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક તેને ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું વિજય ડાભી નું કહેવું છે કે આ પક્ષી તળાવ જંગલ વિસ્તારમાં તથા ગામડા વિસ્તારમાં વઘુ જોવા મળે છે.

એક અપીલ છે કે ક્યાંય પક્ષી ઘાયલ જણાય કોઈ તાર મા લટકતું જોવા મળે જાતે લોખંડના સળિયાથી કે અન્ય વસ્તુ થી તેને ઉતારવાની કોશિશ ન કરવી જોઈએ અને તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન ફાયર બ્રિગેડ અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો સંપર્ક કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here