અમદાવાદ : પશ્ચિમ વિસ્તારમાં 942 જેટલા ઘરો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા

0
8

કોરોના મહામારીને એક વર્ષ પૂરું થતાં જ ફરી એકવાર રાજ્યમાં કેસોમાં વધારો થયો છે. ગત માર્ચ 2020માં શરૂ થયેલી મહામારીમાં પૂર્વના કોટ વિસ્તારમાં કેસો વધ્યા હતા. જો કે કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોના વધુ ફેલાયો છે. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં પશ્ચિમ વિસ્તારમાં 942 જેટલા ઘરો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં 256 જેટલા ઘરો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા, બોપલ અને બોડકદેવ જેવા વિસ્તારમાં કોરોના વધુ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 200થી વધુ કેસો છે જેમાં બોપલમાં અને ગોતા વિસ્તારમાં આશરે 50 જેટલા કેસો છેલ્લા ચાર દિવસમાં આવ્યા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

સત્યમેવ વિસ્ટા ફ્લેટને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો
સત્યમેવ વિસ્ટા ફ્લેટને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો

કોર્પોરેશનની ટીમ દ્વારા પતરા મારી દેવામાં આવ્યા
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની તપાસ કરી ત્યારે તેમાં કેસો વધુ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જગતપુર પાસે આવેલા ગણેશ જીનેશિશ ફ્લેટમાં ચારથી વધુ બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ફ્લેટના સ્થાનિકના જણાવ્યા મુજ સોસાયટીમાં 15 જેટલા કોરોનાના કેસો આવેલા છે. ફ્લેટમાં કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનના બોર્ડ મારી દેવામાં આવ્યા છે. બીજી તરફ ગોતા બ્રિજ પાસે આવેલા સત્યમેવ વિસ્ટા ફ્લેટને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ચાર બ્લોક છે અને કોર્પોરેશનની ટીમ દ્વારા ત્યાં પતરા મારી દેવામાં આવ્યા છે. સત્યમેવ વિસ્ટામાં પણ 8થી વધુ કેસો આવ્યા છે.

ટેસ્ટિંગની કોઈ વ્યવસ્થા નથી
એક તરફ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે જેથી કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. સુપર સ્પ્રેડર એવા શાકભાજી વેચવા વાળા, કરીયાણાની દુકાન સહિતના લોકોના ટેસ્ટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16 જગ્યાએ એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશનના ટેસ્ટિંગની પોલ્મપોલ પોલ બહાર આવી છે. પશ્ચિમ વિસ્તારમાં ચાંદલોડિયા શાકમાર્કેટમાં શકિત વિદ્યાલય પાસે સુપર સ્પ્રેડરના ડોમ બનાવવામાં આવ્યા છે. પરંતુ ત્યાં ટેસ્ટિંગનો કોઈ જ વ્યવસ્થા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ટેસ્ટનો ડોમ ખાલી હતો અને જેટની રીક્ષા ત્યાં જોવા મળી હતી.

ગણેશ જીનેશિશ ફ્લેટમાં ચારથી વધુ બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા
ગણેશ જીનેશિશ ફ્લેટમાં ચારથી વધુ બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા

અમદાવાદમાં કોરોનાનો ગ્રોથ 1000 ટકાને પાર
શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત 5 દિવસથી દરરોજ 500ની આસપાસ પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સાથે જ માત્ર એક જ મહિનામાં અમદાવાદમાં કોરોનાનો દૈનિક ગ્રોથ 1000 ટકાને પાર થયો છે. ગત મહિને શહેરમાં માત્ર 40ની આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ હાલની સ્થિતિમાં કેસની સંખ્યા ડબલ કરતા પણ વધી ગઈ છે. સાથે જ ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાનું સંકટ સુરત પર જોવા મળ્યું છે.

શું છે અમદાવાદની હાલની સ્થિતિ?
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સતત રોજના 500થી વધારે કેસ નોંધાઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 514 નવા કેસ અને 461 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,340 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,377 થયો છે. જ્યારે 64,271 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અને કોરોનાના કારણે 2284 લોકોના મોત નિપજ્યાં છે.

સત્યમેવ વિસ્ટામાં પણ 8થી વધુ કેસો આવ્યા
સત્યમેવ વિસ્ટામાં પણ 8થી વધુ કેસો આવ્યા

સંક્રમણ વધવા પાછળ શું કારણ?
સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં જેમ ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી તેમ જ મોટી સંખ્યામાં લોકો હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણી-પીણી સહિતમાં ભીડ કરતા નજરે પડ્યા હતા. જ્યાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો સૌથી વધુ ભંગ થતો જોવા મળ્યો હતો. સાથે જ પોલીસની પણ કેટલાક વિસ્તારોમાં બેદરકારી જોવા મળી હતી. રાત્રિ કર્ફ્યૂ જોવા છતા કેટલાક વિસ્તારોમાં લોકો બેફામ ફરતા હોય છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ તમામ બાબતો કોરોના સંક્રમણ વધારવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here