અમદાવાદ – ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયાર સપ્લાય કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ATSએ ઝડપ્યું, 50 હથિયાર કબ્જે

0
0
તસવીર પ્રતિકાત્મક છે
  • ATSની ટીમે અમદાવાદના બે શખ્સની અટકાયત કરી છે
  • ATSએ પીસ્ટલ અને રિવોલ્વર સહિત 50 જેટલા હથિયાર કબ્જે કર્યા

સીએન 24,ગુજરાત

અમદાવાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ વચ્ચે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગુજરાત ATSની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ATSની ટીમે અમદાવાદના બે શખ્સની અટકાયત કરી છે જ્યારે મોરબીના બે શખ્સ સહિત ત્રણની પૂછપરછ શરૂ કરી છે. ATSએ કચ્છ, મોરબી,અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરી 50થી વધુ પીસ્ટલ અને રિવોલ્વર સહિત હથિયારો કબ્જે કર્યા છે. જેમાથી મોટાભાગના હથિયાર વિદેશી છે. આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here