Monday, September 26, 2022
Homeઅમદાવાદ : સાબરમતિ નદી પરના આકર્ષક ફૂટ ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે
Array

અમદાવાદ : સાબરમતિ નદી પરના આકર્ષક ફૂટ ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે

- Advertisement -

અમદાવાદ શહેરના રમણીય એવા સાબરમતી રિવરફ્રન્ટના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે 75 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલા આઇકોનિક ફૂટ ઓવરબ્રિજના બાંધકામને પૂરું કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર માસ પહેલાં તેનું લોકાર્પણ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટબ્રિજ આકર્ષણરૂપ બની રહે તે માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પદયાત્રીઓ,સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે
ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ ૩૦૦ મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી તેમાં પદયાત્રીઓ સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ 2019ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતા વિલંબ થતાં આગામી ડિસેમ્બર માસ પહેલાં બાંધકામ પૂરું કરી દેવામાં આવશે અને એ સાથે જ ડિસેમ્બરમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે.

બ્રિજ બનાવવા 74 કરોડનો ખર્ચ

  • 2100 મેટ્રિક સ્ટીલનું વજન (લોખંડના પાઈપનું સ્ટ્રકચર તથા ટેન્સાઈલ ફેબ્રિકની છત)
  • 300 મીટર બ્રિજની લંબાઈ
  • 100 મીટર વચ્ચેનો સ્પાન
  • બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા

RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ

  • ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ.
  • છેડાના ભાગે પતંગ આકારના સ્કલ્પચર મૂકવામાં આ‌વશે.
  • વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા પણ મળી રહેશે.
  • ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન.
  • કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ.

રિવરફ્રન્ટ ફેઝ-2 માટેનું ટેન્ડર જારી, ઈન્દિરાબ્રિજ સુધી ડેવલપ થશે
સાબરમતી રિવરફ્રન્ટના જનરલ મેનેજર (ટેક્નિકલ) જગદીશ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને કિનારાનો વિકાસ કરવામાં આવશે. આ માટે અલગ-અલગ કામગીરીનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. હાલ રિવરફ્રન્ટ પૂર્વમાં ડફનાળા ટોરેન્ટ પાવર સ્ટેશન તથા પશ્ચિમમાં ધર્મનગર સુધી ડેવલપ થયેલો છે, જ્યારે ફેઝ-2માં ઇન્દિરાબ્રિજ સુધી નદીના બંને છેડે વિકાસ કરવામાં આવશે. આ બંને રિવરફ્રન્ટ પર ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન જિમ એરિયા તેમજ અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. રિવરફ્રન્ટ ફેઝ-2માં એનું કોન્સેપ્ટ પ્લાનિંગ તથા ડિઝાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું થયું છે.

બંને છેડે ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, ગ્રીન બેલ્ટ તૈયાર કરાશે
​​​​​​​
રિવરફ્રન્ટ ફેઝ-2માં રિવરફ્રન્ટ પૂર્વના 11.5 કિ.મી.માં 5.8 કિ.મી.નો ઉમેરો કરી પશ્ચિમમાં 11.5 કિ.મી.માં 5.2 કિ.મી.નો વધારો કરાશે. ઇન્દિરાબ્રિજ સુધી બંને કિનારા થઇને આશરે 11.5 કિ.મી. જેટલો પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત લંબાવવાનો નક્કી કરવામાં આવ્યું છે, જેથી બંને બાજુ થઇને લંબાઈ હવે કુલ 34 કિ.મી. થશે. નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમેનાડ, રોડ નેટવર્ક, એક્ટિવ ગ્રીન પાર્કસ તથા રેસિડેન્સ અને કોમર્શિયલ પ્રકારનાં વિકાસનાં કાર્યોનો સમાવેશ થશે.રિવરફ્રન્ટ ફેઝ-2 વધારે હરિયાળો બનાવવા માટે એમાં નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય માટે તેમ જ લોકો માટે જુદા જુદા લેવલ પર સીંટિંગ એરેન્જમેન્ટ વગેરે જેવી સુવિધાઓ હશે.

રિવરફ્રન્ટ ફેઝ-2ને હરિયાળો બનાવવા બંને કાંઠે અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર કરાશે
રિવરફ્રન્ટ ફેઝ-2ને હરિયાળો બનાવવા બંને કાંઠે અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર કરાશે

બેરેજ-કમ-બ્રિજથી નદીમાં પાણીનું લેવલ જાળવી રખાશે
​​​​​​​
બેરેજ-કમ-બ્રિજના નિર્માણ થકી રિવરફ્રન્ટના ફેઝ-2 વિસ્તારમાં નદીમાં પાણીનું લેવલ જળવાઇ રહેશે. આને લીધે આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમિયાન 10થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ કરી શકાશે. આનાથી આજુબાજુના વિસ્તારોમાં કાળક્રમે ભૂગર્ભજળનો સ્તર પણ ઊંચો આવશે. આ બેરેજ-કમ-બ્રિજ બનવાને કારણે શહેરના સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular