Thursday, August 5, 2021
No menu items!
Homeઅમદાવાદ : કોરોનાના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થયા
Array

અમદાવાદ : કોરોનાના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થયા

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે દાખલ થવામાં હાલાંકી ભોગવવી પડી છે. સરકાર પુરતા બેડ હોવાની વાતો કરે છે. ત્યારે AAHNAએ દાવો કર્યો છે કે શહેરની ખાનગી હોસ્પિટલો 96 ટકાથી વધારે બેડ ભરાઈ ગયા છે. 17 એપ્રિલના સવાર સુધીની સ્થિતિની વાત કરીએ તો શહેરમાં વેન્ટિલેટરના માત્ર 3 બેડ અને ICUના પણ 12 બેડ હવે ખાલી રહ્યા છે. હાલમાં ખાનગી હોસ્પિટલોમાં 5426માંથી કુલ 220 બેડ હવે ખાલી છે.

157 ખાનગી હોસ્પિટલોમાં 220 બેડ ખાલી
અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટેની 157 ખાનગી હોસ્પિટલોમાં કુલ 5488 બેડ છે, જેમાંથી કુલ મળીને હવે 220 બેડ જ ખાલી છે. જેમાં આઈસોલેસનમાં 157, HDUમાં 49, વેન્ટિલેટર વગરના ICUમાં 11 અને વેન્ટિલેટર સાથે ICUમાં 3 બેડ ખાલી છે. તે ઉપરાંત હોટલમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરની વાત કરીએ તો તેમાં 648 આઈસોલેશનના બેડ ખાલી છે.

કુલ 7930 બેડમાંથી હવે કેટલા બેડ ખાલી?
ખાનગી હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો તથા ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર્સમાં 17 એપ્રિલ સવારે 9.30 કલાક સુધીમાં કુલ 7930 બેડ દર્દીઓ માટે છે. જેમાં આઈસોલેશનના કુલ 2686 બેડમાંથી 1135 બેડ, HDUના કુલ 2605 બેડમાંથી 107 બેડ, વેન્ટિલેટર વિનાના ICUના 967માંથી 12 બેડ તથા વેન્ટિલેટરવાળા ICUના 415માંથી માત્ર 3 બેડ જ હવે ખાલી રહ્યા છે.

અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું
શહેરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. નવા કેસનો આંકડો 2800ને પાર કરી ગયો છે. અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેર અને જિલ્લામાં કોરોનાકાળમાં પહેલીવાર શુક્રવારે 24 કલાકમાં 2,898 કેસ નોંધાયા હતા અને 528 દર્દી સાજા થયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 25 અને જિલ્લામાં એકનું મોત થયું હતું. આ સાથે મૃત્યુઆંક 2,568 પર પહોંચ્યો છે. અગાઉ 8 મહિના અગાઉ 23 જુલાઈએ 28ના મોત નોંધાયા હતા.

કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર જાહેર
અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24×7 કાર્યરત છે.તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે 94097-66908 / 94097-76264 હેલ્પલાઇન નંબર, મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ માટે – 940976697 હેલ્પલાઇ નંબર, આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) માટે – 079-49017074 / 079-49017075 હેલ્પલાઈન નંબર, યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ માટે – 90999 55247 / 90999 55248 હેલ્પલાઈન નંબર, જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) માટે – 079-22690000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments