Friday, September 17, 2021
Homeઅમદાવાદ : આંબાવાડી રોડ પર BRTS ટ્રેકમાં ભુવો પડ્યો
Array

અમદાવાદ : આંબાવાડી રોડ પર BRTS ટ્રેકમાં ભુવો પડ્યો

BRTS ને ડાયવર્ટ કરવામા આવી - Divya Bhaskar

અમદાવાદમાં હજી ચોમાસું જામ્યું નથી અને તેની વચ્ચે શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડવાના શરૂ થઈ ગયા છે. શહેરના યુનિવર્સિટી આંબાવાડી રોડ પર પાસપોર્ટ ઓફિસ નજીક BRTS ટ્રેકમાં ભુવો પડ્યો છે. ભુવો પડતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરીકેડ કરી અને BRTS ટ્રેકને બંધ કરવામાં આવ્યો છે. મોડી રાતે આ ભુવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભુવાના કારણે BRTS બસોને બહારના રોડ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.

વસ્ત્રાલમાં પડેલા ખાડામાં AMCનું ટ્રેકટર ફસાયું હતું

રસ્તાઓ અને ભુવાના કારણે અનેક વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વાહનો ખાડામાં પડે છે ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં પુષ્પવિલા બંગલોના દરવાજા સામે જ ખાડામાં AMCનું ટ્રેકટર ફસાયું હતું. જેસીબીની મદદથી ટ્રેક્ટર બહાર કઢાયું હતું. 17 દિવસથી આ જગ્યા પર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલે છે. ખાડાનું માટી પુરાણ કરતા AMCનું ટેક્ટ્રર ફસાયું હતું. બીજી તરફ મેમનગર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ ખાડા પડયા છે. વસ્ત્રાલમાં ગટરનું ઢાંકણું તૂટેલું જોવા મળ્યું હતું.

વસ્ત્રાલમાં પડેલા ખાડામાં AMCનું ટ્રેક્ટર ફસાયું
વસ્ત્રાલમાં પડેલા ખાડામાં AMCનું ટ્રેક્ટર ફસાયું

 

રસ્તા રીપેર કરવા કમિશ્નરનો આદેશ

અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તા તૂટી ગયા છે. ભુવા પડી ગયા છે. જેની અનેક લોકો ફરિયાદ કરે છે પરંતુ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં ભાજપના શાસકો એની ચર્ચા જ નથી કરતા માત્ર કામ ક્યાં કોન્ટ્રાક્ટરને આપવું કે નહીં તેની ચર્ચા કરે છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે કોર્પોરેશનના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં શહેરમાં પડેલા ભુવા, રોડ રસ્તાના પુરાણ કરવા માટે ઈજનેર ખાતાના અધિકારીઓને સૂચના આપી હતી.

રસ્તા અને ખાડાના રીપેરિંગ માટે કમિશ્નરે આદેશ કર્યો
રસ્તા અને ખાડાના રીપેરિંગ માટે કમિશ્નરે આદેશ કર્યો

 

રોડ બનતા હોય ત્યારે કડક સુપરવિઝન થતું નથી

શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટેલા છે. રોડ બનતા હોય ત્યારે કડક સુપરવિઝન થતું નથી અને ત્યાં ‘કોણે, ક્યારે રોડ બનાવ્યો અને તેની ગેરંટી ક્યાં સુધીની છે’ તેના બોર્ડ મુકવા અંગે અગાઉની સ્ટેન્ડિંગ કમિટીએ વારંવાર સૂચના આપવા છતાં કોન્ટ્રાકટરો સાથેની મીલીભગતના કારણે તેનો અમલ થતો નથી. શહેરમાં રોડ રસ્તાને લઇ ચર્ચા કરવા માટે મળતી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં રોડ રસ્તા અને ભુવાના સમારકામ માટે ચર્ચા કરી અને અધિકારીઓને સૂચના આપવાની હોય છે.

ગટરના ઢાંકણા પર તુટી ગયાં છે
ગટરના ઢાંકણા પર તુટી ગયાં છે

 

ચેરમેન સહિતના સભ્યો આ બાબતે કોઈ ચર્ચા કરતા નથી

જો કે કમિટિમાં તો ચેરમેન સહિતના સભ્યો આ બાબતે કોઈ ચર્ચા કરતા નથી અને માત્ર કામ આપવામાં આવે તેની જ ચર્ચા કરે છે જેથી ભાજપના શાસકોને લોકોને જે તકલીફ પડે છે તેને દૂર કરવામાં રસ નથી પરંતુ મ્યુનિસિપલ કમિશનરે રોડ રસ્તા તૂટવા મામલે ગંભીર નોંધ લઇ અને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપવી પડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments