Monday, September 20, 2021
Homeઅમદાવાદ : RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઇ મોટા સમાચાર
Array

અમદાવાદ : RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઇ મોટા સમાચાર

અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગરીબ બાળકોને પ્રવેશ નહીં આપનારી શાળાઓ સામે કડક કાર્યવાહી થશે. પ્રવેશને લઈ આનાકાની કરતી શાળાઓ સામે માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સંચાલકોને તાકીદ કરી હતી.

અમદાવાદ શહેરમાં 1 હજાર 385 શાળાઓ અંતર્ગત 12 હજાર 500 બેઠક માટે 30 હજાર 500 ફોર્મ મળ્યાં હતાં. જેમાંથી 26 હજાર વિદ્યાર્થીઓના ફોર્મ કન્ફોર્મ કરાયા હતાં. પ્રથમ રાઉન્ડમાં 11 હજાર 150 એડમિશન ફાળવાયા હતાં. વિદ્યાર્થીઓએ 4 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ કન્ફોર્મ કરવાનો રહેશે. જ્યારે બીજો રાઉન્ડ 4 ઓગસ્ટ બાદ કરવામાં આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments