અમદાવાદ : પેટાચૂંટણી માટે ભાજપે નિમિષા સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરેશ કટારાનું નામ જાહેર

0
5

મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારના નામ પર ચર્ચા પૂર્ણ થઈ છે. ભાજપના પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ નિમિષાબેન સુથાર મોરવાહડફ બેઠક પર લડશે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં 21 દાવેદારોમાંથી 4 નામો ફાઈનલ કરાયા હતા. જેમા નિમિષાબેન સુથાર, વિક્રમ ડીંડોર, રમેશ ઝાલૈયા, મણિલાલ પારગીના નામો પર ચર્ચા હતી. અને અંતે ભાજપે નિમિષાબેન સુથારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. મોરવા હડફ બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી

ગઈકાલે ભાજપની પ્રદેશ ચુંટણી સમિતિની બેઠક મળી હતી. ગાંધીનગર મનપા અને મોરવા હડફના ઉમેદવારની પસંદગી માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. ચૂંટણી, નિરીક્ષકો અને શહેર- જિલ્લા પ્રમુખોની હાજરી મોરવાહડફ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોના નામ પર ચર્ચા પૂર્ણ થઈ હતી.

કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર
કૉંગ્રેસે પણ મોરવાહડફ બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમા આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડફ માટે સુરેશ કટારાને ઉમેદવાર જાહેર કરવામાં આવતા અમિત ચાવડાએ અભિનંદન પાઠવ્યા છે. સુરેશ કટારા છેલ્લા 25 વર્ષથી કૉંગ્રેસમાં સક્રીય છે. સુરેશભાઈએ માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને તે ખેતી સાથે સંકળાયેલા છે. 10 વર્ષ સુધી સાગવાડા ગ્રામ પંચાયતા સરપંચ તરીકે ફરજ બજાવી છે તેમજ તેમના પત્ની હાલ રજાયતા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here