અમદાવાદ / ભાજપ નેતા ભવાન ભરવાડની ગોકુલ હોટલમાંથી જુગાર રમતા 18 લોકોની ધરપકડ

0
432

  • CN24NEWS-28/06/2019
  • STORY BY-PAWAN MAKAN
  • સોલા પોલીસને બાતમી મળતા દરોડો પાડ્યો હતો
  • મોટા માથા હોવાની આશંકા
  • ટોકન આપીને જુગાર રમાડવામાં આવતું હતું

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં આવેલી અને ભાજપના નેતા ભવાન ભરવાડની ગોકુલ હોટલ પર સોલા પોલીસે દરોડો પાડી 18 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે ટોકન આપીને જુગાર રમાડવામાં આવતું હતું.

મોટા માથા હોવાની આશંકા: સોલા પોલીસને બાતમી મળી હતી કે હોટલમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યાં છે. જેથી પોલીસ તાત્કાલિક હોટલ પહોંચી જુગારીઓને ધરપકડ કરી હતી. જુગારમાં મોટા માથા હોવાની આશંકા જણાઈ રહી છે. આ દિશામાં પોલીસની તપાસ ચાલુ છે.

CN24NEWS-PAWAN MAKAN