Wednesday, January 19, 2022
Homeઅમદાવાદઅમદાવાદ : ભાજપના પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ કોરોના સંક્રમિત

અમદાવાદ : ભાજપના પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ કોરોના સંક્રમિત

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 5000થી વધુ કેસ આવ્યા છે. કોરોનાના વધતા કેસની સાથે સાથે જ સરકાર પણ દોડતી થઈ છે. તેમજ અમદાવાદમાં યોજાયેલું સંત સંમેલન પણ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખ અમિત પી.શાહ અને ઋત્વિજ પટેલ બાદ આજે વધુ એક નેતા પોઝિટિવ આવ્યા છે. ભાજપના પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને અમદાવાદ શહેરના પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહને પણ કોરોના થયો છે. હાલ તેઓ SVP હોસ્પિટલમા સારવાર હેઠળ છે. આ સાથે જ સંત સંમેલનમાં સામેલ થયેલા અમદાવાદ શહેર ભાજપના 45 જેટલા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. જેને પગલે સાધુઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

શહેર ભાજપ પ્રમુખ અને શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ SVPમાં દાખલ

ત્રણ દિવસ પહેલા શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ SVPમાં દાખલ થયા છે.

રાજકોટમાં વધી રહેલા કેસોને પગલે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા અંગે માહિતી મેળવી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે.

રાજ્યમાં 8 જાન્યુઆરીએ 5677 કેસ નોંધાયા

રાજ્યમાં 8 જાન્યુઆરીના રોજ 5677 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 1356 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ એકપણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી. જેમાં અમદાવાદમાં આજે પણ સૌથી વધુ 2567 કેસ જ્યારે સુરતમાં 1661 કેસ આવ્યા હતા. આમ કુલ નોંધાયેલા 5677 કેસમાંથી 4228 કેસ એટલે કે 75 ટકા કેસ માત્ર બે જિલ્લામાં છે. જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના પણ નવા 32 કેસ આજે નોંધાયા છે.

રાજ્યમાં 1 જાન્યુ.થી નોંધાયેલાં કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખ કેસ ડિસ્ચાર્જ મોત
1 જાન્યુઆરી 1069 103 1
2 જાન્યુઆરી 968 141 1
3 જાન્યુઆરી 1259 151 3
4 જાન્યુઆરી 2265 240 2
5 જાન્યુઆરી 3350 236 1
6 જાન્યુઆરી 4213 830 1
7 જાન્યુઆરી 5396 1158 1
8 જાન્યુઆરી 5677 1356 0
કુલ 24177 4215 10
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular