Saturday, April 20, 2024
Homeઅમદાવાદ : ફ્લેટ બુકિંગના બહાને બિલ્ડરે કરી છેતરપિંડી
Array

અમદાવાદ : ફ્લેટ બુકિંગના બહાને બિલ્ડરે કરી છેતરપિંડી

- Advertisement -

અમદાવાદ શહેર નજીક આવેલ વિંઝોલ ગામ પાસે આર્ચી ઈન્ફ્રાકોન પ્રા. લિ.નામના બિલ્ડર દ્વારા ઓમ ઓરબી નામની ફ્લેટોની સ્કિમ મુકી લોકો પાસેથી ફ્લેટના બુકિંગના પૈસા પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ છે. આર્ચી ઈન્ફ્રાકોન પ્રા. લિ.ના ત્રણ ભાગીદારો જીગર પરીખ, સુધિર પટેલ અને પારિતોષ પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.મણિનગરમાં રહેતી મહિલાએ બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જે પેટે તેમણે કુલ રૂપિયા 20.42 લાખ ચૂકવ્યા હતાં. બાદમાં તેનો કોઈ દસ્તાવેજ કે પજેશન નહીં આપી છેતરપિંડી કરવામા આવતાં તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. અનેક લોકો સાથે બિલ્ડરે આ રીતે છેતરપિંડી કરતાં ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

ફ્લેટનું કામ અધુરુ હતું, ચાર કે પાંચ બ્લોક તૈયાર થયાં હતાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે મણિનગરના ઉત્તમનગર પાસે આવેલ જીલાઈન ચિત્રકૂટ ધામ નામની સોસાયટીમાં દિપલબેન શાહને તેમજ તેમની માતાને મકાન ખરીદવાનું હોવાથી તેઓએ વર્ષ 2013માં વિંઝોલ ગામની સીમમાં આર્ચી ઈન્ફ્રાકોન પ્રા. લિ. દ્વારા ઉભી કરવામાં આવેલી ઓમ ઓરબી નામની ફ્લેટની સ્કિમમાં સેમ્પલ ફ્લેટ જોયા હતાં અને તેઓને ફ્લેટ પસંદ આવતાં બિલ્ડર જીગરભાઈ સાથે વાતચીત કરી બે ફ્લેટ બુક કરાવ્યા હતાં જે પેટે તેમણે ટોકન અને બુકિંગના પૈસા જમા કરાવ્યા હતાં. એક બનાખાત કરાર તેમજ પહોંચો આપવામાં આવી હતી. કુલ 20 લાખ 42 હજાર તેઓએ બંને ફ્લેટના જમા કરાવી દીધા હતાં. ત્યાર બાદ અવાર નવાર ફ્લેટ પર જઈ તેઓ તપાસ કરતાં ચાર કે પાંચ બ્લોક બનીને તૈયાર થયાં હતાં. અંદરનું થોડુ કામ બાકી હતું.

ફાઈલ ફોટો

બિલ્ડરે અનેક લોકોના રૂપિયા બુકિંગ પેટે લીધાં હતાં

બિલ્ડરને આ મામલે વાત કરતાં તેઓએ ચાર મહિનામાં કામ પતી જશે એવું કહ્યું હતું. છતાં પણ કામગીરી પુરી ના થતાં તેઓએ પૈસા પરત આપી દેવાની વાત કરી હતી. તેઓએ બેંકમાં ચેક નાંખતાં રીટર્ન થયાં હતાં બાદમાં કોર્ટમાં પણ આ મામલે સમાધાન થયું હતું. આ મામલે કોર્ટમાં પણ તેઓએ ફરિયાદ કરી હતી. તેઓએ ફ્લેટમાં તપાસ કરતાં ફ્લેટના દરવાજા પર બેંકની નોટીસ લગાવેલી જોવા મલી હતી, જે મામલે બિલ્ડરને પૂછતાં ત્રણેય ભાગીદારોએ કોઈ જવાબ આપ્યો નહોતો. આ ઉપરાંત તપાસ કરતાં અનેક લોકોએ આ ફ્લેટની સ્કિમમાં ફ્લેટો નોંધાવી પૈસા ભર્યાં હતાં પરંતુ તેઓને બિલ્ડર જીગર પરીખ, પારિતોષ પટેલ અને સુધીર પટેલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. ક્રાઈમ બ્રાંચે આ મામલે તમામ સામે ગુનોં નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular